દ્રાક્ષ,ખજૂર,તૂટી ફ્રુટી,તજ-લવીંગનો મસાલો અને કેરામિલ ફેલવરનો અનોખો સ્વાદ આવે છે
પ્લમ કેક વિના ક્રિસમસ અધૂરી છે. 25 મી ડિસેમ્બરના ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસની ઉજવણી કરવામાં છે. તેમજ આ દિવસે કેક ખાવામાં આવે છે અને કેક પોર્ટુગીઝ વાનગી છે.આજના દિવસે પ્લમ કેકનું વિશેષ મહત્વ છે.
Akshay kadam, valsad: કેક એક એવો શબ્દ છે કે જે સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પહેલાના સમયમાં લોકો મીઠાઇનો આગ્રહ વધારે રાખતા હતા. પરંતુ હાલના સમયમાં કેકએ મીઠાઇનું સ્થાન લઈ લીધું છે. શુભ પ્રસંગની ઉજવણી વખતે અનેક વેરાયટીઓ અનેક સ્વાદ અને થીમ બેઇઝ કેક મળે છે.
બર્થ ડે, એનીવર્સરી, એન્ગેજ મેન્ટ જેવા કોઇ પણ સારા પ્રસંગો લોકો કેક કાપીને ઉજવણી કરે છે.જેમ જેમ કેકની માંગમાં વધારો થઇ રહ્યો છે તેમ તેમ કેકમાં પણ અનેક પ્રકારની વેરાયટી બનવા લાગી છે. જેમા બ્લેક ફોરેસ્ટ, પાઇનેપલ, ચોકલેટ, મીકસ ફુટ જેવી અનેક પ્રકારની કેક શોપમાં જોવા મળે છે.
ત્યારે આજે આપડે વાત કરશું નાતાલના પર્વમાં ખાવામાં આવતી ખાસ પ્લમ કેક. જે સ્વાદમાં પણ અલગ અને ટેસ્ટી હોઈ છે. પ્લમ કેક વિના ક્રિસમસ અધૂરી છે.શહેરની આજુ બાજુમાં ઓવનમાં પકવવામાં આવતી પ્લમ કેકની સુગંધથી હવા એટલી સમૃદ્ધ થાય છે કે દરેક વ્યક્તિ એનો સ્વાદ લેવા માંગે છે.
પ્લમ કેક બનાવવા માટે એક ઊંડા બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને ચાળીને બાજુ પર રાખો,એક ઊંડા બાઉલમાં કિસમિસ, કાળી કિસમિસ, મીઠી ચેરી, ટૂટી ફ્રુટી અને રમ ફ્લેવર ભેગી કરી સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકીને 24 કલાક માટે બાજુ પર રાખો,એક ઊંડા બાઉલમાં માખણ અને કન્ડેન્સ્ડ મીલ્ક ભેગું કરો અને મુલાયમ થાય ત્યાં સુધી હલાવીને સારી રીતે મિક્સ કરો.
ચાળેલા લોટનું મિશ્રણ ધીમે ધીમે ઉમેરો અને સ્પેટુલાનો ઉપયોગ કરીને હળવા હાથે ફોલ્ડ કરો,તેમાં તજ પાવડર, જાયફળ પાવડર, કોકો પાવડર, વેનીલા એસેન્સ, પલાળેલા ડ્રાય ફ્રુટ્સ, મિક્સ નટ્સ, સંતરાની છાલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.સુસંગતતા વ્યવસ્થિત કરવા માટે ધીમે ધીમે સંતરાનો રસ ઉમેરો.તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા (8”)ના એલ્યુમિનિયમ ટીન રેડો અને પ્રી-હીટેડ ઓવનમાં 180°c (360°f) પર 35 થી 40 મિનિટ માટે બેક કરો.
થોડું ઠંડુ કરો, છરીનો ઉપયોગ કરીને કિનારીઓને ઢીલી કરો અને બોર્ડ પર ટીનને ઊંધુ કરીને તેને ડિમોલ્ડ કરો અને લોફને અનમોલ્ડ કરવા માટે હળવેથી ટેપ કરો.લોફને થોડી સાકરની ચાસણીથી બ્રશ કરો અને 10થી 15મિનિટ માટે બાજુ પર રાખો.પ્લમ કેકને જાડા ટુકડાઓમાં કાપીને તરત જ પીરસો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. જરૂર મુજબ ઉપયોગ કરો.