ભરતસિંહ વાઢેર, સેલવાસ: દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)ની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. લોકો અવનવા પ્રકારે આઝાદીના અમૃત મહોત્સવ મનાવવા દેશભક્તિ પ્રગટ કરી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના એક યુવકે આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav)ને અનોખી રીતે ઉજવવા પોતાની કારને જ તિરંગામાં બનાવી છે.
મેઘાવીન પરમાર નામના આ યુવકે પોતાની કારને તિરંગાના ત્રણ રંગોથી સુશોભિત કરી છે સાથે જ કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને દમણ દીવ અને દાદર નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ (Praful Patel)ના ફોટો સાથે આઝાદીના અમૃત મહોત્સવના સ્લોગન પર લગાવ્યા છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન પુર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે આ યુવકે પોતાની કારને જ તિરંગામય બનાવી છે. આ આથી કારને જોઈ લોકો તેની સાથે ફોટો અને સેલ્ફી પણ લઈ રહ્યા છે. આ યુવક પોતાને આ પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આહવાનથી મળી હોવાનો જણાવી અને આનંદ વ્યક્ત કરી રહ્યો છે.
દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. લોકો અવનવા પ્રકારે આઝાદીના અમૃત મહોત્સવ મનાવવા દેશભક્તિ પ્રગટ કરી રહ્યા છે ત્યારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના એક યુવકે આઝાદીના અમૃત મહોત્સવને અનોખી રીતે ઉજવવા પોતાની કારને જ તિરંગામાં બનાવી છે. મેઘાવીન નામના આ યુવકે પોતાની કારને તિરંગાના ત્રણ રંગોથી સુશોભિત કરી છે સાથે જ કાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દમણ દીવ અને દાદર નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ ના ફોટો સાથે આઝાદીના અમૃત મહોત્સવના સ્લોગન પર લગાવ્યા છે.
આમ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે દેશભરમાં ઘર ઘર તિરંગા અભિયાન પુરજોસમાં ચાલી રહ્યું છે ત્યારે આ યુવકે પોતાની કારને જ તિરંગામય બનાવી છે. આ આથી કારને જોઈ લોકો તેની સાથે ફોટો અને સેલ્ફી પણ લઈ રહ્યા છે. આ યુવક પોતાને આ પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આહવાનથી મળી હોવાનો જણાવી અને આનંદ વ્યક્ત કરી રહ્યો છે.