વલસાડ: સોશિયલ મીડિયામાં વલસાડના એક યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે મોઢામાં રોકેટ રાખી ફોડી રહ્યો છે. યુવક મોઢામાં રોકેટ રાખી સળગાવી રહ્યો છે. આ વીડિયો વલસાડના સિટી પેલેસ નજીક યુવક આ અખતરો કરી રહ્યો હતો. જે ઘટના કેમેરામાં કેદ થઇ હતી અને હવે તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે લોકો જાત-જાતના અખતરા કરી રહ્યા છે, ત્યારે પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં રોલા પાડવા અખતરો
વલસાડના યુવકનો મસ્તી કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવકના મોઢામાં રોકેટ રાખી ફોડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં ચમકવા માટે યુવકો જીવનો જોખમ લઇ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક યુવક પોતાના મોઢામાં રોકેટ ભરાવે છે અને તેની સાથે રહેલા અન્ય યુવકો તેને સળગાવી રહ્યા છે. રોકેટ સળગતા યુવક તેને મોઢામાં લઇને જ દોડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ચમકવા માટે યુવકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે, તેવી આ એક વધુ ઘટના સામે આવી છે. આ પણ વાંચો: સામાન્ય બોલાચાલીમાં પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ
અગાઉ પણ આ પ્રકારના કૃત્ય સામે આવી ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, હાલ સોશિયલ મીડિયામાં રિલ્સ મૂકી પ્રસિદ્ધ થવા માટે યુવકો જાત-જાતના કરતબો કરી રહ્યા છે. ઘણા યુવકો જોખમી સ્ટંટ અને હથિયારો સાથે રોફ મારી રહ્યા હોય તેવા વીડિયો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે આ રિલ્સનો ચક્કર પોલીસ માટે પણ માથાનો દુખાવો બન્યો છે. પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવતાં હોવા છતાં યુવકો જાણે કાયદાને નેવે મૂકીને જોખમ લઇ રહ્યા છે.