Home /News /valsad /Valsad: આ પરીવારે પોતાના મોભીના બન્ને ચક્ષુઓનું કર્યું દાન; બે પરીવારોના ઘર થયા રોશન

Valsad: આ પરીવારે પોતાના મોભીના બન્ને ચક્ષુઓનું કર્યું દાન; બે પરીવારોના ઘર થયા રોશન

વલસાડની rnc હોસ્પિટલ નો સંપર્ક કરી નેત્રદાન કરવામાં આવ્યું.

તા.30-10-2022 ના રોજ પરિવારના મોભી વિજયભાઈ શાહનું મૃત્યુ થતા, તેમના પુત્ર ભાવિનભાઈ શાહ તથા તેમના જમાઈ ઉત્સવભાઈ તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા ઉમિયા સોશિયલ ગ્રુપના પ્રમુખ નો સંપર્ક કરી તેમના પિતાને અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી.

  Akshay kadam, Valsad: વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી ચક્ષુદાન દેહદાન અંગદાન વિશે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાનમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વિજયભાઈ શાહ એ ઓગસ્ટ મહિનામાં તેમના મૃત્યુ પછી તેમનું અંગનું દાન કરવાનું સંકલ્પ પત્ર ભરી દેહદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. તા.30-10-2022 ના રોજ પરિવારના મોભી વિજયભાઈ શાહનું મૃત્યુ થતા, તેમના પુત્ર ભાવિનભાઈ શાહ તથા તેમના જમાઈ ઉત્સવભાઈ તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા ઉમિયા સોશિયલ ગ્રુપના પ્રમુખ નો સંપર્ક કરી તેમના પિતાને અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી. વલસાડ ની મેડિકલ કોલેજમાં વિજયભાઈ નું મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

  RNC હોસ્પિટલ થકી 2 જેટલા નેત્રહીનનો ને નેત્ર આપી

  ઉમિયા સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ એ વલસાડની RNC હોસ્પિટલનો સંપર્ક કરી નેત્રાથી ન દેખાતા હોય તેવા બે વ્યક્તિઓને એક એક નેત્રદાન આપવામાં આવ્યું હતું અને તેઓથી દુનિયા જોઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ દાન કરવામાં આવ્યું હતું.  વલસાડ ની મેડીકલ કોલેજ ના વિદ્યાર્થીઓને ઉપયોગી બનવા માટે દેહદાન કર્યું

  વલસાડ જિલ્લાની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દેહદાનની પ્રેરણા આપતી સંસ્થા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ દ્વારા ઓરિયન્ટલ ઇનસોરન્સ કંપનીમાં 38 વર્ષ ફરજ બજાવી હાલ નિવૃત જીવન વિતાવતા 68 વર્ષીય વિજયભાઈ શાહ મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ તેમની અંતિમ ઈચ્છા પૃણ કરવા અને દેહદાન અંગે જાગૃતિ આવે એ માટે ઉમિયા સોશ્યલ ગ્રુપ સાથે મળી પરિવારના સભ્યો દ્રારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી બનવા દેહદાન કર્યું હતું.પરિવારના સભ્યો સાથે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દેહદાન અને વલસાડની આઈ બેંકમાં ચક્ષુદાન કરવાનો કર્યો હતો.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Donated, Organ donation, Valsad

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन