Home /News /valsad /Valsad: આ બગીચો છે કે પછી ચોરી કરવાનો અડ્ડો; લોકાર્પણ પહેલા જ બગીચામાંથી આટલી વસ્તુઓ ચોરાઈ ગઈ 

Valsad: આ બગીચો છે કે પછી ચોરી કરવાનો અડ્ડો; લોકાર્પણ પહેલા જ બગીચામાંથી આટલી વસ્તુઓ ચોરાઈ ગઈ 

X
મોડી

મોડી સાંજ બાદ આ બાગ અનૈતિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની જાય છે. 

વલસાડ નગરપાલિકાનું વધુ એક ધુપ્પલ સામે આવ્યુ છે. રૂ. ૩૪ લાખના ખર્ચે સવા વર્ષ પહેલા ડેવલપ કરાયેલ શહેરના રાખોડીયા તળાવ પરના બાગનું લોકાર્પણ મોટા ગજાના નેતાના હસ્તે કરાવવાની શાસક પક્ષની મમતને કારણે બાગના દરવાજાને સવા વર્ષથી લાગેલા ખંભાતી તાળા ખૂલ્યા નથી.

વધુ જુઓ ...
  Akshay kadam, Valsad: વલસાડ નગરપાલિકાનું વધુ એક ધુપ્પલ સામે આવ્યુ છે. રૂ. ૩૪ લાખના ખર્ચે સવા વર્ષ પહેલા ડેવલપ કરાયેલ શહેરના રાખોડીયા તળાવ પરના બાગનું લોકાર્પણ મોટા ગજાના નેતાના હસ્તે કરાવવાની શાસક પક્ષની મમતને કારણે બાગના દરવાજાને સવા વર્ષથી લાગેલા ખંભાતી તાળા ખૂલ્યા નથી. પરિણામે અંદર મૂકેલા રમત-ગમત તથા જીમના સાધનો કાટ ખાવા માંડ્યા છે. બાંકડા તૂટવા માંડ્યા છે. હિંચકા ગાયબ છે, અને સોલાર લાઇટો ચોરાઇ ગઇ છે.

  વલસાડમાં રાખોડીયા તળાવ ખાતે આવેલ બાગનું આશરે દોઢ વર્ષ પહેલા રાજ્ય સરકારની અમૃતમ યોજનામાંથી રૂા. ૩૪ લાખ જેટલી માતબર રકમની ગ્રાંટમાંથી ડેવલપમેન્ટ કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત બાગની અંદર બાળકો માટે રમતગમતના સાધનો જેમાં હિંચકા, લસરપટ્ટી સહિતના સાધનો, જીમના સાધનો, સિનિયર સિટીજનો માટે બાંકડાઓ, સુશોભિત પ્લાન્ટ્સ, હરિયાળી લૉન, ૧૮ સોલાર લાઇટો મુકવામાં આવી હતી. બાગ સંપૂર્ણપણે તૈયાર થઇ જતા આશરે સવા વર્ષ પહેલા કોન્ટ્રાકટરે પાલિકા તંત્રને સુપ્રત કરી દીધો હતો.

  પરંતુ પાલિકાનો શાસક પક્ષ બાગનું લોકાર્પણ ભાજપના મોટા ગજાના નેતા પાસે કરાવવા માંગતો હોવાથી બાગના મુખ્ય ગેઇટને તાળા મારી દેવાયા હતા. જે આજે સવા વર્ષ પછી પણ ખોલવામાં નહીં આવતા, અંદર મુકેલા મોટાભાગના સાધનો કાટ ખાવા માંડ્યા છે. તમામ લાઇટ પોલ ઉપરથી સ્ટોરેજ બેટરી ગાયબ છે. ૧૦ પોલ ઉપરથી બલ્બ ચોરાઇ ગયાં છે. મુખ્ય પ્રવેશદ્વાર તથા બાગના છેવાડેથી લોખંડની રેલીગ ગાયબ છે. ત્રણ હિંચકાના પોલ તો છે પરંતુ તેના પરના હિંચકા દેખાતા નથી. ત્રણ પૈકીની એક લસરપટ્ટી બાગની બહાર નાંખેલા પાણીના નિકાલના નાળામાં પડી છે. અંદર બેસાડેલી ટાઇલ્સો ઉખડી ગઇ છે. ટુંકમાં સરકારે આપેલા ૩૪લાખ રૂા.ને પાલિકાએ પાણીમાં નાંખી દીધા છે તેવો બળાપો સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.

  બાગ કમિટીના ચેરપર્સને ૮ મહિતા પહેલા લોકાર્પણ માટે રજૂઆત કરી હતી

  બાગની દેખરેખ માટે રાખવામાં આવેલ વોચમેનને ૪ મહિનાથી પગાર ચુકવાતો નહીં હોવાને કારણે તેણે નોકરી છોડી દીધી હતી. પરિણામે બાગ નધણિયાતો બની ગયો છે. પાલિકાની તળાવ અને બાગ ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન વર્ષાબેન પાનવાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ૮ મહિના પહેલા પાર્ટી સંકલનની વલસાડ પાલિકાના તમામ ચેરમેનો સાથે યોજાયેલી બેઠકમાં રાખોડીયા તળાવ પરના બાગના લોકાર્પણ માટે રજુઆત કરી તો પાલિકા પ્રમુખે કોઈ મોટા નેતા પાસે આ બાગનું લોકાર્પણ કરાવવાનું છે તેમ કહ્યું હતુ.

  બાગ અનૈતિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે

  ન્યૂઝ 18 ની ટીમે બાગના બંધ દરવાજાની અંદર જઇને જોયું તો ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાગમાં ઠેર-ઠેર દારૂના ખાલી બાટલા, વેફર-ચવાણાના ખાલી પેકેટો નજરે પડ્યા હતા. બાગના ખૂણે-ખાંચરે સ્ત્રી-પુરૂષના વસ્ત્રો જેમાં ટોપ, જીન્સ પેન્ટ, ચા વગેરે પડ્યા હતા. સ્થાનિર્કાએ જણાવ્યું કે મોડી સાંજ બાદ આ બાગ અનૈતિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની જાય છે. પ્રેમીપંખીડાઓ તેમજ નશાખોરોનો જમાવડો જામે છે. જેને પગલે સ્થાનિકો ત્રાસી ગયા છે. બાગની અંદર ઠેર-ઠેર ગંદકી પ્રવર્તેલી જોવા મળે છે. બાગને લાગીને આવેલા તળાવના કિનારે લોકો શૌચ કરે છે. આખું તળાવ જળકુંભીથી ભરાઇ ગયું છે, જેને કારણે તળાવની સુંદરતા મરી પરવારી છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Nagarpalika, Valsad, ગાર્ડન

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन