ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા (Dharampur Taluka)ના એક નાનકડા ગામમાં નરાધમ પિતાએ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડે તેવું કૃત્ય આચર્યું છે. આ કૃત્ય વિશે સાંભળીને જ સભ્ય સમાજના લોકોનું માંથું શરમથી ઝૂકી જાય. નરાધમ પિતાએ સતત બે વર્ષ સુધી તેની જ સગી સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પિતાના દુષ્કર્મથી દીકરી ગર્ભવતી બની ગઈ હતી. હવે પિતાએ આચરેલા પાપના ફળ સ્વરૂપે દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે!
પોતાના પતિની આ પાપલીલા જાણી સગીર દીકરીની માતા અને નરાધમની પત્નીએ ધરમપુર પોલીસ સ્ટેશન (Dharampur police station)માં ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં ધરમપુર પોલીસે હેવાન પિતાની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર શહેરના નજીક આવેલા એક ગામમાં એક હવસખોર પિતાએ પોતાની જ સગીર દીકરી પર દાનત બગાડી હતી.
જીવથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
નરાધમ પિતા તેની દીકરીને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી સતત બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. બે વર્ષ સુધી પિતાની હવસનો શિકાર બનતા સગીર દીકરી ગર્ભવતી થઈ હતી. બાદમાં બાળકીએ એક બાળકને જન્મ આપ્યો હતો. સમગ્ર ઘટના અંગે પુત્રીએ પોતાની માતાને વાત કરતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
દીકરીની વાત સાંભળીને માતાએ તેના પતિ વિરુદ્ધ ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ધરમપુર પોલીસે નરાધમ આરોપી પિતાની ધરપકડ કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો છે. હવસખોર હેવાન પિતાની પાપ લીલાને કારણે તેની સગીર દીકરી કુંવારી માતા બની છે. ધરમપુરની આ ચકચારી ઘટના અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકો નરાધમ પિતા વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.
" isDesktop="true" id="1226851" >
ગુજરાતના અન્ય અપડેટ્સ:
ભાવનગરમાં રખડતા શ્વાનનો આતંક
ભાવનગર શહેરમાં શ્વાન (Stray Dog)ના આતંકનો એક બનાવ બન્યો છે, જેમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ભાવનગરના ચિત્રાની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્ય હતો. જેમાં એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી ચાર માસની બાળકીને મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ દરમિયાન શ્વાને બાળકીને અનેક બચકાં ભરી લીધા હતા. પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડતા શ્વાન બાળકીને મૂકીને ભાગ્યો હતો. જે બાદમાં બાળકીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યું થયું હતું. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)