Home /News /valsad /તિથલના દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકુટ ધરાવાયો
તિથલના દરિયા કિનારે સ્વામિનારાયણ મંદિરમાં નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકુટ ધરાવાયો
નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકુટ ધરાવાયો
Valsad Swaminarayan Temple: વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તિથલના દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે નવા વર્ષ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
ભરત પટેલ, વલસાડ: વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તિથલના દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે નવા વર્ષ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. આ અન્નકૂટના દર્શન માટે અને ગોવર્ધન પૂજા માટે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને તિથલ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી સહિત વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વામિનારાયણ મંદિરમાં એક ધર્મસભા પણ યોજાઈ હતી
નવા વર્ષ નિમિત્તે તિથલના સ્વામિનારાયણ મંદિરમાં એક ધર્મસભા પણ યોજાઇ હતી. જેમાં સાધુ સંતોએ ભક્તોને નવા વર્ષના આશીર્વાદ હતા અને શુભેચ્છા પાઠવી હતી. નવા વર્ષ નિમિત્તે આજે ભક્તોએ પ્રસાદી રૂપે લાવેલા 2000થી વધુ વાનગીઓ ને ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શન કરી રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સહિત હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
2000 વાનગીઓને ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ સ્વરૂપે ધરાવાઈ
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષ નિમિત્તે આજે ભક્તોએ પ્રસાદી રૂપે લાવેલી 2000થી વધુ વાનગીઓને ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ સ્વરૂપે ધરાવામાં આવી હતી. જેના દર્શન કરી રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત હજારો ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અત્યારે ભારત વર્ષમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની જનાતને ઉત્સવ પ્રિયા માનવામાં આવે છે. ભારતમાં લોકો ખુબ જ ધામધુમથી તહેવારોની ઉજવણી કરતા હોય છે.
ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો
તિથલના દરિયા કિનારે આવેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં પણ આજે નવા વર્ષ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણને ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. જેમાં લોકો દ્વારા વીસ હજાર પ્રકારની વાનગીઓ બનાવીને ધરાવવામાં આવી હતી. સ્વામીનારાયણનું મંદિર ભવ્ય અન્નકુટથી સજાઈ ગયું હતું. મંદિરના પ્રાંગણમાં વાનગીઓને મુકવામાં આવી હતી અને મંત્રીઓ સહિત લોકોએ પણ આશીર્વાદ મેળવ્યા હતા.