Home /News /valsad /Valsad: અનાથ, નિરાધાર બાળકો માટે યુવાને કર્યું જીવન સમર્પિત, જોવો ત્યાગની કહાની

Valsad: અનાથ, નિરાધાર બાળકો માટે યુવાને કર્યું જીવન સમર્પિત, જોવો ત્યાગની કહાની

X
નાનુભાઈ

નાનુભાઈ કિરકીરે

પારડીના સુખેશ ગામના યુવાને એમ.એ.બી.એડ સુધી અભ્યાસ કરી નિરાધાર બાળકો માટે આશ્રમની શરૂઆત કરી છે. અહીં 91 બાળકો છે.તેમને શિક્ષણ અને અન્ય સુવિધા આપવામાં આવે છે. યુવાનને અભ્યાસમાં પડેલી મુશ્કેલી અન્યને ન પડે તે માટે આશ્રમ શરુ કર્યો છે.

વધુ જુઓ ...
Akshay kadam, Valsad: પારડી તાલુકાના સુખેશ ગામ ખાતે એમ.એ.બી.એડ થયેલા યુવાને અનાથ બાળકો તથા જેમના માતા અથવા પિતાના હોય તથા ગરીબ બાળકો માટે નિરાધાર આશ્રમની શરૂઆત કરી છે. જેમાં કુલ 91 જેટલા બાળકો રહે છે. છેવલસાડ જિલ્લાના પારડી તાલુકાના સુખેશ ગામ ખાતે એમ.એ.બી.એડ. થયેલા નાનુભાઈ કિરકીરે નામના યુવાને અનાથ બાળકો તથા જેમના માતા અથવા પિતાના હોય તથા ગરીબ બાળકો માટે નિરાધાર આશ્રમની શરૂઆત કરી છે.

આશ્રમમાં રસ્તે ફરતા બાળકો તથા તેમની પરિસ્થિતિ સારી ન હોય તેવા બાળકોને રાખી ભણાવવામાં આવે છે. બાળકોને સારા ભોજન આપવામાં આવે છે. વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.



આ આશ્રમની શરૂઆત કરવાનું કારણ જાણો

સુખેશના નાનુભાઈ જયારે અભ્યાસ કરતા હતા, ત્યારે તેમની પરિસ્થિતિ સારી ન હતી. તેમણે ભણતર માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. અભ્યાસ માટે તેમને એક ભાઈએ મદદ કરી હતી અને તેઓ એમ.એ.બી.એડ. સુધી અભ્યાસ કરી શક્ય હતા.બાદ તેમને સંકલ્પ કર્યો હતો કે, હું પણ અનાથ,નિરાધાર,માતા અથવા પિતા ન હોઈ તેવા બાળક,રસ્તા ઉપર રખડતા બાળકો અભ્યાસ થી વંચિત ન રહી જાય તે માટે તેમને ભણાવીશ.



બંધ શાળામાં 4 વર્ષ પહેલા શરૂઆત કરી

સુખેશ ગામે સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી પ્રાથમિક શાળાના ઓરડામાં નિરાધાર આશ્રમની 4 વર્ષ અગાઉ શરૂઆત કરી હતી. હાલ નિરાધાર આશ્રમમાં 91 જેટલા છોકરા, છોકરીઓ રહે છે. આ નિરાધાર આશ્રમમાં રહેતા બાળકોને નાનુભાઈ દ્વારા ભણાવવામાં આવે છે. તેમજ બાળકોને જીવનમાં ઉપયોગી થાય એવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.નાનુભાઈ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આશ્રમ ચલાવવામાં આવે છે.



પરિવાર દરેક તકલીફમાં સાથે રહ્યો

નાનુભાઈના પરિવારમાં પત્ની તથા બે બાળકો છે અને તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. નાનુભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં થોડી તકલીફો પડી હતી, પરંતુ મારી પત્નીએ મને હંમેશા સાથ આપ્યો છે. અને તે દરેક વખતે તક્લીફમાં સાથે ઉભી હોઈ છે.



સરકાર તરફ થી છેલ્લા એક વર્ષથી સહાય નથી મળી

નિરાધાર આશ્રમના સંચાલક નાનુભાઈએ જણાવ્યું હતું કે,છેલ્લા 1 વર્ષ થી સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી અને આશ્રમ દાતાઓના સહારે જ ચાલે છે.દાતાઓ દ્વારા દાન મળી છે. ગામમાં લગ્ન પ્રસંગ ભોજન બનાવી અહીં આપી જાય છે. સરકાર પણ આશ્રમમાં થોડો સહયોગ આપે તો અમને ઘણી રાહત થાય એમ છે. બાળકોનું ભવિષ્ય બને તે માટે નાનુભાઈ દ્વારા યથાર્થ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તથા નાનુભાઈ દ્વારા આજે આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેને લઈને સમાજમાં એક દાખલો પૂરો પાડ્યો છે.
First published:

Tags: Local 18, Students, Valsad