Home /News /valsad /Valsad News: જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીનું મોત, ડોક્ટરે કહ્યુ - કાતિલ ઠંડીને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા

Valsad News: જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીનું મોત, ડોક્ટરે કહ્યુ - કાતિલ ઠંડીને કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા

ઇન્સેટમાં મૃત વિદ્યાર્થીની તસવીર

Valsad News: વલસાડની જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજના કેમ્પસમાં જ અચાનક એક વિદ્યાર્થી ઢળી પડ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  ભરતસિંહ વાઢેર, વલસાડઃ શહેરની જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજના કેમ્પસમાં જ અચાનક એક વિદ્યાર્થી ઢળી પડ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે, વલસાડની જાણીતી જે.પી શ્રોફ આર્ટ્સ કોલેજના બીજા વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશભાઈ પટેલ નામનો એક વિદ્યાર્થી કોલેજ કેમ્પસમાં જઈ રહ્યો હતો. ત્યારે મિત્ર સાથે વાત કરતા કરતા આકાશ કોલેજ કેમ્પસમાં પસાર થઈ રહ્યો હતો તે વખતે જ અચાનક ઢળી પડ્યો હતો. આ દ્રશ્યો જોઈને આસપાસનાના વિદ્યાર્થીઓએ અને કોલેજ કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.


  આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરાએ કમાલ કરી નાંખી, ‘ઘોડે પે સવાર’ ગીત ગાઈને છવાયો

  ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો


  ત્યારબાદ વિદ્યાર્થીને વલસાડની જાણીતી કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ કોલેજ કેમ્પસ અને સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. એક સ્વસ્થ વિદ્યાર્થીનું કોલેજ કેમ્પસમાં જ અકાળે મોત થવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ મામલે તબીબોના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં જ્યારે વિદ્યાર્થીને લાવવામાં આવ્યો હતો તે પહેલાં જ અકાળે તેનું અવસાન થઈ ગયું હતું.


  હૃદયની સમસ્યાને કારણે અવસાન થયું હોવાની શંકા


  ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ તબીબોના જણાવ્યા મુજબ, જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તેને લઈને બ્લડ કલોટીંગની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આથી વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે કે હૃદયની સમસ્યાને કારણે મોત થયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્ત્વનું છે કે, વિદ્યાર્થીના પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: STUDENT DEATH, Valsad news, Valsad police

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन