Valsad cattle theft: વલસાડમાં આ પહેલા મોડી રાત્રે ગૌ તસ્કરો જાહેર રસ્તા પર બેસેલા ગૌવંશને નિશાન બનાવી અને ક્રૂરતાપૂર્વક વાહનોમાં ભરીને ફરાર થઈ ગયા હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડમાં ફરી એક વખત ગૌ તસ્કરો (Valsad cattle theft) સક્રિય થયા છે. આ વખતે વલસાડના છીપવાડ વિસ્તારમાં રસ્તા પર બેઠેલી બે ગાયોને ગૌ તસ્કરો ક્રૂરતાપૂર્વક કારની ડીકીમાં ભરીને ફરાર થઈ ગયા હતા. ગૌ તસ્કરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા (Cattle theft CCTV footage)માં કેદ થઈ ગઈ છે. હાલ ગૌ તસ્કરોની ક્રૂરતાનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીના અનેક બનાવો બન્યા હતા. મોડી રાત્રે ગૌ તસ્કરો જાહેર રસ્તા પર બેસેલા ગૌવંશને નિશાન બનાવી અને ક્રૂરતાપૂર્વક વાહનોમાં ભરીને ફરાર થઈ ગયા હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે. આ મામલે પોલીસ યોગ્ય દિશામાં તપાસ કરે તો મોટું કૌભાંડ પણ બહાર આવી શકે છે. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ગાયોને ઇન્જેક્શન આપી બેભાન કર્યાં બાદ તસ્કરી
બનાવની વિગત મુજબ વલસાડ શહેરના છીપવાડ વિસ્તારમાં હનુમાનજી મંદિર નજીક જાહેર રસ્તા પર બેસેલી બે ગાયોને મોડી રાત્રે ગૌ તસ્કરોએ નિશાન બનાવી હતી. કાર લઇને આવેલા ગૌ તસ્કરોએ પ્રથમ બંને ગાયોને ઈન્જેક્શન મારી અને બેહોશ કરે છે, ત્યારબાદ બંને ગાયોને ઢસડીને સાથે લાવેલી કારની ડેકીમાં ક્રૂરતાપૂર્વક ભરે છે. બાદમાં ગણતરીની મિનિટમાં જ ઘટના સ્થળેથી ફરાર થઇ જાય છે.
ક્રૂરતાભરી આ સમગ્ર ઘટના બાજુમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ બનાવનો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગૌ તસ્કરો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ વલસાડ જિલ્લામાં ગૌ તસ્કરીના અનેક બનાવો બન્યા હતા. મોડી રાત્રે ગૌ તસ્કરો જાહેર રસ્તા પર બેસેલા ગૌવંશને નિશાન બનાવી અને ક્રૂરતાપૂર્વક વાહનોમાં ભરીને ફરાર થઈ ગયા હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે. સાથે જ ગૌ તસ્કરોને રોકવામાં પ્રયાસમાં ગૌરક્ષકો અને પોલીસ પર પણ જીવલેણ હુમલાના બનાવો બની ચૂક્યા છે. ફરી એક વખત વલસાડમાં ગૌ તસ્કરો સક્રિય થતા જિલ્લા પોલીસે આવા તત્વોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર