માત્ર 30.000 રૂપિયામાં ભાડા ના મકાનમાં 6 પથરીની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી
વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે.આજથી 78 વર્ષ પહેલા માત્ર 6 બેડ સાથે હોસ્પિટલની શરૂઆત થઇ હતી.આજે 225 બેડ છે.અહીં લોકોને આધુનિક તબીબી સેવા આપવામાં આવે છે.
Akshay Kadam, Valsad: વલસાડ કસ્તુરબા વૈદ્યકિય રાહત મંડળ સંચાલિત કસ્તુરબા હોસ્પિટલ છેલ્લા 78 વર્ષોથી આધુનિકતમ તબીબી સેવા રાહત દરે આપી રહી છે.વલસાડ, નવસારીથી પાલઘર સુધીનાં દર્દીઓની સારવાર માટે તબીબી સેવાનાં ક્ષેત્રમાં આગવું પ્રદાન આ હોસ્પિટલનું રહ્યું છે.માત્ર 6 બેડથી શરૂઆત થઇ હતી આજે 225 બેડ છે.
6 બેડથી ભાડાના મકાનમાં હોસ્પિટલ શરુ કરી હતી
ફક્ત 6 દર્દીઓનાં બીછાનાં સાથે ભાડાનાં મકાનમાં વર્ષ 1944માં શરુ થઇ હતી. આ મેટરનીટી હોસ્પિટલ આજે વલસાડની દાન પ્રેમી જનતાની આર્થિક સહાય, સહકાર અને સદ્ભાવનાથી આજે 225 પથારી, 50 આઈ.સી.યુ. બેડ તથા જુદા જુદા 23 જેટલા સાઘન સજ્જ તબીબી વિભાગો સાથે એક છત્ર નીચે દરેક પ્રકારની તબીબી સારવાર આપે છે. આ સંસ્થા લોકચાહના અને સમયની સાથે પરિવર્તન સાથે વિકાસ પામી છે.
20 ફુલટાઈમ અને 40 વીઝીટીંગ નિષ્ણાંત ડોક્ટરો
અહીં જુદાજુદા વિભાગમાં 20 જેટલા ફુલટાઈમ અને 40 જેટલા વીઝીટીંગ નિષ્ણાંત ડોક્ટરો નિયમિત સેવા આપી રહ્યા છે. પરિવર્તનશીલ સમયની સાથે ચાલી સમયની માંગ મુજબ વિકાસનો અભીગમ સંસ્થાએ સમાયેલ છે. જેને અનુરૂપ ભવનો અને ઉચ્ચ બ્રાન્ડનાં તબીબી સાધનો દર્દીઓની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
ઈન્ટેન્સીવ ક્રિટીકલ કેર યુનિટ 10 પથારીની ક્ષમતા
લોકો તણાવભરી જીંદગી, વ્યાયામનો અભાવ, ભેળસેળ, દવાઓની આડ અસર જેવા લાઈફ સ્ટાઈલ રોગોનું પ્રમાણ વધવાને કારણે લોકો હૃદયરોગ, સ્ટ્રોક, કીડનીનાં રોગો, ડાયાબીટીસ જેવા રોગોનાં શિકાર બની રહ્યા છે. જેમાં દર્દીઓને તાત્કાલિક સારવારની જરૂર રહે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી એવા ઈન્ટેન્સીવ ક્રિટીકલ કેર યુનિટ 10 પથારીની ક્ષમતા ધરાવે છે.
વાતાનુકૂલ ડિઝાઇન કરવામાં આવી
આ આઈ.સી.યુ.માં વિશિષ્ટના ધરાવતા 1 બેડ પોઝીટીવ એર ફલો, 1 બેડ નેગેટીવ એર ફ્લો સહિત 10 ક્યુબીકલ બેડનાં સેન્ટ્રલ એ.સી. બેડની સુવિધા સાથે સુર્ય પ્રકાશનો સંચય થાય એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક બેડ સેન્ટ્રલી મોનીટરીંગ ઓક્સીજન અને દરેક બેડ માટે અલગ વેન્ટીલેટર તથા દરેક બેડ ઉપર ડાયાલિસીસ થાયએ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.