Home /News /valsad /નવરાત્રીમાં પીધેલાઓને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, શોખીનોમાં ફફડાટ

નવરાત્રીમાં પીધેલાઓને પકડવા પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, શોખીનોમાં ફફડાટ

સીટી પોલીસે નવરાત્રીના ગરબાના આયોજનના સ્થળ નજીક અચાનક જ ચેકિંગ હાથ ધર્યું હતું

Special drive in Navratri: મોડી રાત્રે વલસાડ સીટી પોલીસે નવરાત્રીના ગરબાના આયોજનના સ્થળ નજીક અચાનક જ ચેકિંગ હાથ ધર્યું હતું

    ભરતસિંહ વાઢેર, વલસાડ: અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આવા પવિત્ર દિવસોમાં પણ કેટલાક લોકો નશાની હાલતમાં ગરબા આયોજન સ્થળો પર જાય છે. આથી આવા શોખિનોને સબક શિખવવા વલસાડ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. મોડી રાત્રે વલસાડ સીટી પોલીસે નવરાત્રીના ગરબાના આયોજનના સ્થળ નજીક અચાનક જ ચેકિંગ હાથ ધર્યું હતું. વાહન ચેકિંગ અને રસ્તેથી પસાર થતાં રાહદારીઓને પણ બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેક કરતાં 3થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આથી સિટી પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

    મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાં પણ અત્યારે નવરાત્રીનો મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાઇ રહ્યો છે. ઠેર-ઠેર ગલી-મહોલ્લાઓમાં અને પાર્ટી પ્લોટોમાં નવરાત્રીના આયોજનો થઈ રહ્યા છે. જોકે, આવા ગરબાના સ્થળો પર પણ કેટલાક લોકો નશાની હાલતમાં પહોંચતા હોય છે. આથી અનેક વખત બબાલના પણ બનાવો બને છે, ત્યારે નશાની હાલતમાં ફરતા લોકો અને નશાની હાલતમાં વાહન ચલાવતા શોખીનોને ઝડપવા વલસાડ સિટી પોલીસે મોડી રાત્રે એક સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી.

    આ પણ વાંચો: વલસાડ: મોડી રાતે રસ્તા પર દિપડાની લટાર, જોતાં જ વાહનચાલક હેબતાઇ ગયો

    આ ડ્રાઇવ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો. વલસાડના એસટી વર્કશોપ નજીક યોજાયેલા નવરાત્રી મહોત્સવ નજીક પોલીસની ટીમે અચાનક જ ચેકિંગ કર્યું હતું. પોલીસની ચેકિંગ દરમિયાન બ્રેથ એનેલાઈઝરથી હાથ ધરેલી આ ચેકિંગ દરમિયાન 3થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આથી પોલીસે તેમના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ મોડી રાત્રે અચાનક જ ગરબા આયોજન સ્થળો નજીક પોલીસે હાથ ધરેલી પ્રોહીબિશન ડ્રાઈવને કારણે પીવાના શોખીનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Navratri 2022, Valsad news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन