Mega Loan Mela In Valsad: હવે જરૂરિયાતમંદ લોકોએ વ્યાજખોરોની ચુન્ગાલમાં ન ફસાવવું પડે અને તેમને સરળતાથી બેન્કોમાં જ લોન મલી રહે અને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વાપીના વી આઈ એ હોલમાં યોજાયેલા લોન મેળામાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભરતસિંહ વાઢેર, વાપી: વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવાની ઝુંબેશની સાથે હવે પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ઔદ્યોગિક નગરી વાપીમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી અને વલસાડ જિલ્લામાં કાર્યરત 8 વધુ જાણીતી બેંકોએ પણ ભાગ લીધો હતો.
વલસાડ પોલીસની સરાહનીય કામગીરી
પોલીસ દ્વારા યોજાયેલા આ લોન મેળાને લોકોએ પણ સરાહ્યો હતો. મોટી સંખ્યામાં જરૂરીયાતમંદ લોકો લોન લેવા આ લોન મેળામાં પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા બાદ જરૂરિયાતમંદ લોકોએ વ્યાજખોરોને મોં માંગ્યું વ્યાજ ચૂકવવું પડે છે. એમાં અનેક પરિવારો બરબાદ થઈ જાય છે. આથી આવા દુષણથી મુક્તિ અપાવવા રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરોથી મુક્તિ અપાવવાનો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
હવે જરૂરિયાતમંદ લોકોએ વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવવું પડે અને તેમને સરળતાથી બેન્કોમાં જ લોન મલી રહે અને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે વાપીના વી આઈ એ હોલમાં યોજાયેલા લોન મેળામાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાપી અને આસપાસના વિસ્તારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોન મેળામાં ભાગ લીધેલ બેંકોએ ઉપસ્થિત લોકોને સરળતાથી લોન મલી રહે તે માટે તેમને સમજાવ્યા હતા અને અનેક લોકોને સ્થળ પર જ લોન મંજૂર કરી દીધી હતી. આમ વલસાડ જિલ્લા પોલીસના આ પ્રયાસને બેંકોએ પણ સરાહના કરી હતી. વલસાડમાં હવે જરૂરિયાતમંદોને સસ્તા દરે વ્યાજ મળી રહે તેના માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ લોન મેળામાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા