Home /News /valsad /

Vapi GIDCમાં રાત્રે કંપનીમાં ચોરી કરતી ગેંગના આઠ સાગરીતો ઝડપાયા, આવી રીતે કરતા હતા ચોરી

Vapi GIDCમાં રાત્રે કંપનીમાં ચોરી કરતી ગેંગના આઠ સાગરીતો ઝડપાયા, આવી રીતે કરતા હતા ચોરી

વાપીના GIDC વિસ્તારની કંપનીમાંથી ચોરી કરતી ગેંગના આઠ સાગરીતોને પોલીસે ઝડપ્યા

valsad crime news: ઔદ્યોગિક નગરી વાપીના જીઆઇડીસી (vapi gidc) વિસ્તારમાં રાત્રી દરમિયાન કંપનીમાં રેકી કર ને કંપનીમાં પ્રવેશીને ચોરી કરતી ગેંગના (thief gang) આઠ આરોપીને એસઓજીની ટીમે (SOG team) ઝડપી લીધા છે. અને પોલીસે ટેમ્પો, બાઇક તેમજ ચોરીના સામાન સહિત નો રૂ. 14,45,240 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વધુ જુઓ ...
    valsad news: ઔધોગિક નગરી વાપી ના જીઆઇડીસી (Vapi GIDC) વિસ્તારમાં આવેલી કંપનીમાં રાત્રી દરમિયાન રેકી કરી ચોરીને (theft) અંજામ આપતી ગેંગ ના આઠ (theft gang) સાગીરતો ઝડપાયા છે. અધોગિક નગરી વાપી ના જીઆઇડીસી વિસ્તારમાં રાત્રી દરમિયાન કંપનીમાં રેકી કરી ને કંપનીમાં પ્રવેશીને ચોરી કરતી ગેંગના આઠ આરોપીને એસઓજીની ટીમે ઝડપી લીધા છે. અને પોલીસે ટેમ્પો, બાઇક તેમજ ચોરીના સામાન સહિત નો રૂ. 14,45,240 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલા ની સૂચના અનુસાર જિલ્લામાં બનતી ધાડ, લૂંટ, અને ઘરફોડ ચોરીના ગુન્હાઓ અટકાવવા એસઓજી પીઆઇ વી.બી.બારડ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.રાઠોડ, પીએસઆઇ એલ.જી.રાઠોડ તથા તેમની ટિમ શુક્રવારના રોજ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ મા હતી તે દરમિયાન પો.કો. સહદેવસિંહ તેમજ કુલદીપસિંહ ઝાલા અને દિગ્વિજય વાઘેલા ને મળેલી ચોક્કસ બાતમીના આધારે દમણગંગા સ્મશાન ભૂમિ નજીક વોચ ગોઠવી હતી. અને વોચ દરમિયાન પોલીસે આઠ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

    અને પોલીસે આરોપીઓ પાસેથી સીસાની લાદીઓ, કોપરની પ્લેટો, 10 મોબાઈલ, તેમજ 1 આઇસર ટેમ્પો, 1 પિકઅપ, અને મોટરસાઇકલ સહિત નો કુલ રૂ. 14,45,240 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    એસઓજી પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે આરોપી સેયદુર રહેમાન ખાન રહે. ડુંગરી ફળિયા, નુરૂલ અકરમ હુસૈન ખાન રહે. ડુંગરી ફળિયા, સફાત યાકુબ ખાન રહે. કરવડ સનસીટી બિલ્ડીંગ, સરફુદ્દીન અલાઉદ્દીન ખાન રહે. રહેમતનગર ઉમરગામ, જાકીર નાદીર ખાન રહે. કરવડ સાંઇ આસ્થા સોસાયટી, અલીહુસેન નજીર સીદ્દીકી રહે. અંબોલી સેલવાસ, કિશન રઘુવંશસીંગ રહે. દેસાઇ કોમ્પ્લેક્ષ કાકર ફળિયા દાનહ અને હરીસીંગ મગનસીંગ રાજપુત રહે. ઉમરગામ જીઆઇડીસી કોલોની ની ધરપકડ કરી છે.

    અને જીઆઇડીસી પોલીસ મથકે નોંધાયેલા 2 ગુન્હાઓ ઉકેલવામાં પણ પોલીસ ને સફળતા મળી છે. પોલીસ ના હાથે જડપાયેલ આ આરોપીઓ રાત્રી દરમિયાન અધોગિક નગરી વાપી ના જીઆઇડીસી વિસ્તારમાં ફરીને કંપની ની રેકી કરતા હતા અને ટાર્ગેટ કરીને કંપનીઓમાં ઘુસી કોપર, સીસુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુની ચોરી કરતા હતા. જોકે આખરે આ ગેંગ ના 8 સાગીરતો ને પોલીસે જેલના સાડીયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ અનેક ગુનાઓના ભેદ ઉકેલાવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Valsad news, Vapi News, ચોર

    આગામી સમાચાર