Home /News /valsad /સેલવાસ: નવનિર્મિત બિલ્ડીંગના આઠમાં માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું મોત

સેલવાસ: નવનિર્મિત બિલ્ડીંગના આઠમાં માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું મોત

આઠમાં માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું મોત

Gujarat News: સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના બાળકના મોતને લઈ પરિવારમાં ગમગીનીનો માહોલ

    ભરતસિંહ વાઢેર, સેલવાસ: સેલવાસના ડોકમરડી વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગના આઠમા માળેથી નીચે પટકાતા 6 વર્ષીય બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના બાળકના મોતને લઈ પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે. બનાવ અંગે સેલવાસ પોલીસે ફરિયાદ નોંધની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

    કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યું હતું પરિવાર

    આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સેલવાસના ડોકમરડી વિસ્તારમાં નવા બ્રિજની બાજુમાં જ નવનિર્મિત 10 માળનું બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. અહીં બિલ્ડીંગના બાંધકામ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધાનવેરી ગામનું એક પરિવાર પણ અહીં કામ કરતું હતું. તેમનો 6 વર્ષીય બાળક રુદય રતિલાલ અરજ ગામમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. ઉતરાયણની રજા હોવાથી તેઓ પરિવાર બાળકને રજાના માહોલમાં પોતાની સાથે લઈ આવ્યું હતું.

    આ પણ વાંચો: અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ

    અચાનક બાળકનો પગ લપસ્યો હતો

    જ્યાં બાળકની માતા બિલ્ડિંગમાં કામ કરતી વખતે બાળકને લઈને બિલ્ડિંગ ઉપર ચડી હતી, ત્યારે આઠમા માળે પહોંચતા જ અચાનક બાળકનો પગ લપસ્યો હતો. આથી બાળક સીધું આઠમાં માળેથી નીચે પટકાયું હતું. તાત્કાલિક બાળકને સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું.

    બનાવને પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. જાણ થતાં જ કપરાડાના સામાજિક અગ્રણીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આથી સેલવાસ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ મકરસંક્રાતિની રજામાં પરિવાર બાળકને કામના સ્થળે સાથે લઈ આવતા આઠમાં માળેથી નીચે પટકાતા તેના મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Valsad news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन