ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ અને મહારાષ્ટ્રની સરહદ પર આજે એક સ્કૂલ વાનને અકસ્માત (School van accident) સર્જાયો હતો. ઉમરગામ અને મહારાષ્ટ્રના સાતપાટી ગામ નજીક રોડ પરથી પૂર ઝડપે દોડી રહેલી એક સ્કૂલ વાનની એક બાઈક સાથે ટક્કર થઈ હતી. બાઈક સાથે ટક્કર થયા બાદ સ્કૂલ વાન વીજ થાંભલા સાથે અથડાઈ અને પલટી મારી ગઈ હતી. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સ્કૂલ વાનમાં નવ બાળકો અને એક શિક્ષિકા સવાર હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના બાજુમાં આવેલી એક કંપની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બનાવ બન્યા બાદ નજીક આવેલી કંપનીના કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલી સ્કૂલ વાનમાંથી બાળકોને બહાર કાઢ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર મહારાષ્ટ્રના સાતપાટી નજીક સ્કૂલ વાનને નડેલા આકસ્માતના લાઈવ દ્રશ્યોનો સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
ગુજરાતમાં 'મિથાઇલકાંડ'થી 39 લોકોએ જીવ ગુમાવ્યા
ગુજરાતમાં (Gujarat) મિથાઈલકાંડ (methyl chemical) સર્જાતા 39 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. અમદાવાદ- બોટાદ જિલ્લાના ગામોમાં કથિત લઠ્ઠાકાંડથી (hooch tragedy) મૃત્યુનો આંક વધી રહ્યો છે. આ કાડને કારણે અસરગ્રસ્ત 60 દર્દીઓ અમદાવાદ, ભાવનગર અને બોટાદની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. દારૂબંધીવાળા ગુજરાતમાં આ મિથાઇલકાંડ થતા અત્યારસુધીમાં 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ છે જેમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે. રાણપર ગામમાં 11 આરોપીઓ સામે ફરિયાદ થઇ છે જેમાંથી 6ની ધરપકડ કરી લેવામાં આવી છે. ધંધુકામાં 8 સામે ફરિયાદ થતા તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીને આજે પોલીસ કોર્ટમાં રજૂ કરી શકે છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
વલસાડમાં દારૂની મહેફિલ માણતા PSI ઝડપાયા
ગુજરાતમાં ( Gujarat) લઠ્ઠાકાંડના હાહાકાર વચ્ચે વલસાડ જિલ્લામાં ચાલતી એક હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ (Valsad Daru Mehfil) પર વલસાડ (Valsad Police) જિલ્લા પોલીસવડાએ દરોડા (raid on liquor party) પાડ્યા હતા. આ રેડ દરમિયાન એક પીએસઆઇ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત 20થી વધુ શરાબીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)