Vapi crime news: વાપીના બલીઠામા એક રિક્ષાચાલક રિક્ષા લઈને સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી પુરઝડપે એક કાર આવી રહી હતી. અને પુરઝડપે આવતી કાર ને જોઈને રિક્ષાચાલકે રિક્ષા રોકીને રિવર્સ લેતા અકસ્માતથી બચ્યા હતા.
Valsad news: વાપી ના બલીઠામાં સર્વિસ રોડ ઉપર રિક્ષા ચલાવનારા ચાલકને એક કાર ચાલકે ગાળો આપી (rickshaw driver beats) માર માર્યો હતો. અને આ રસ્તા પર ગાડી ચલાવશે તો તારા હાથ-પગ ભાંગી નાખીશ તેમ ધમકી આપી હતી. ઘભરાયેલા રીક્ષાચાલકે આ અંગે વાપી ટાઉન પોલીસ મથકે (vapi police station) જાણ કરતા ટાઉન પોલીસે આરોપી કારચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીના બલીઠામા એક રિક્ષાચાલક રિક્ષા લઈને સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી પુરઝડપે એક કાર આવી રહી હતી. અને પુરઝડપે આવતી કાર ને જોઈને રિક્ષાચાલકે રિક્ષા રોકીને રિવર્સ લેતા અકસ્માતથી બચ્યા હતા. જોકે કાર ચાલકે કાર માંથી ઉતરી રિક્ષાચાલકને ગાળો આપી હતી અને માર માર્યો હતો. એક કલાક બાદ પણ કાર ચાલકે રિક્ષાચાલકને આંતરીને ગાળો આપી હતી. અને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ વાપી ના નુતન નગર મા રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મુસ્તાક નુરૂદ્દીન સોડાવાલા ત્રીજી જાન્યુઆરી ના રોજ રિક્ષા લઇને બલીઠા થી જુના ફાટક તરફ આવી રહ્યા હતા. તે સમયે સામેથી પૂરઝડપે આવતી કારને જોઇ તેમણે રિક્ષા રોકીને રિવર્સ લેતા અકસ્માતથી બચી ગયા હતા.
જોકે તે સમયે સેન્ટ્રો કારના ચાલકે કારમાંથી ઉતરી રિક્ષાચાલક મુસ્તાકભાઇને ગાળો આપી હતી. અને સર્વિસ રોડ ઉપર કેમ રિક્ષા ચલાવે છે કહી રિક્ષાચાલક મુસ્તકભાઈને રિક્ષા માંથી બહાર ખેંચીને ઢીકમુક્કીનો માર માર્યો હતો. અને એક કલાક બાદ કારચાલકે ફરી નવા ફાટક પાસે આવી મુસ્તકભાઈને રસ્તામાં આંતરી ગાળો આપી હતી. અને હવે પછી રિક્ષા આ રોડ પર દેખાશે તો હાથ-પગ ભાંગી દેવાની ધમકી આરોપીએ આપી હતી.
જેથી ઘભરાયેલા રિક્ષાચાલક મુસ્તકભાઈ એ આ અંગે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વાપી ટાઉન પોલીસે આરોપી કારચાલક ઉમેશ પટેલ રહે.મામલતદાર કચેરીની પાછળ બલીઠા સામે ગુનો નોંધી ને આગળની તપાસ હાથ ધરી છે.