PM Modi In Valsad: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ રોડની બંને બાજુ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે.
વડાપ્રધાનનું લાખો લોકોને સંબોધન
વડાપ્રધાને લોકોને સંબોધતા કહ્યુ હતુ કે, ‘આ દેશના નાગરિક તરીકે મારું કર્તવ્ય છે કે હું લોકો વચ્ચે જઉં, લોકોને મારા કામનો હિસાબ આપું અને લોકો પાસે વોટના રુપે આશિર્વાદ માગું. આ મારું કર્તવ્ય છે અને હું કર્તવ્ય નિભાવવા આવ્યો છું. 22 વર્ષ થયાં હું પગ વાળીને બેઠો નથી, જેટલી સેવા થાય તેવી કરવી છે. મને પૂરો ભરોસો છે કે તમે ભાજપને વોટ આપવાના જ છો. વોટ આપવાનું કર્તવ્ય છે.’
મોદીએ યુવાનોને ટાંકીને કહ્યુ હતુ કે, ‘આત્મનિર્ભર ભારત બનાવવામાં ગુજરાતની જવાબદારી મોટી છે. ગુજરાતના નવા જવાનો છે, તેમને મારે કહેવાનું છે કે, 25 વર્ષના ભારતનો નિર્ણય તમારા વોટમાં છે. તમારું કેરિયર આસમાન સુધી પહોંચનારી હોય, તમારા સંકલ્પ પૂરા કરનારી હોય, તમને જોઈએ તેવું શિક્ષણ અને તમને જોઈએ તેવા અવસર તેના માટે મતદાન કરો.’
ઉલ્લેખનીય છે, વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે. ત્યારે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચાર માટે ત્રણ દિવસ ગુજરાત આવી પહોંચ્યા છે.