ઝીંગાનો પૂરતો ભાવ ન મળતા હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
જાપાન,અમેરિકા,યુક્રેનમાં વલસાડના ટાઇગર ઝીંગાની ખુબ માંગ છે અને 4000થી ટન ઝીંગા તેઓ ખરીદતા હતા. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે યુક્રેનમાં મંદીનો માહોલ છે અને ખરીદી બંધ છે. ભાવમાં પણ એક કિલે 100 થી 150 રૂપિયાનો ઘટાડો થયો છે.
Akshay kadam,valsad : રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ઇંધણની અછત ઉભી થઇ રહી છે. તેમજ આ યુદ્ધની તમામ ક્ષેત્રોમાં માઠી અસરો પડી છે. પરિણામે મંદીનું સર્જન થયું છે.જેમાં માછીમારીનું ક્ષેત્ર પણ તેમાંથી બાકાત રહ્યું નથી. પ્રથમ વખત ઝીંગાની ખેતી સાથે સંકળાયેલા વલસાડનાં માછીમારોને સરકાર સમક્ષ ટેકાના ભાવ અપાવવાની અરજ કરવી પડી રહી છે.
સમગ્ર ગુજરાતમાં કાંઠા વિસ્તારના લોકો માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ કરે છે અને ટંડેલ સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારી છે.વલસાડના માછીમાર ભાઈઓ કાંઠા વિસ્તારમાં તળાવ બનાવી જીંગાની ખેતી કરે છે અને ઝીંગા અમેરિકા,જાપાન જેવા દેશોમાં મોકલવામાં આવે છે. પરંતુ ઝીંગાના ભાવમાં થઈ રહેલા ઘટાડાનાં તથા ઝીંગાનાં પૂરતો ભાવ ન મળતા હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
ઝીંગાના ભાવમાં કિલે 100 થી 150 રૂપિયાનો કડાકો
ઝીંગા અને પ્રોનની ઘણી જાતો છે.પરંતુ મોટું કદ ધરાવતી હોય તેવી જાતો લિટોપિનીયસ, વેનામેઇ તથા ટાઇગર અથવા ‘બ્લેક ટાઇગર શ્રિમ્પ’ નો વધુ ઉછેર કરવામાં આવે છે. 1 કિલોગ્રામ 30 ઝીંગાનો કાઉન્ટ થાય છે. ગત વર્ષના ભાવોની વાત કરીએ તો વેનામેઇના ભાવ (30 કાઉન્ટ) 420 જેટલા હતા. તેની સામે આ વર્ષે માત્ર 320 થી 340 જેટલા ભાવો મળી રહ્યા છે. ત્યારે ટાઇગરના ભાવની વાત કરીએ તો (30 કાઉન્ટના) 540 જેટલા હતા. તેની સામે આ વર્ષે માત્ર 350 રૂપિયા જ મળી રહ્યા છે. જેટલા પૈસાનું રોકાણ કર્યું છે, તેનાથી પણ ઓછો ભાવ મળી રહ્યો છે. જેને લઇને વલસાડ જિલ્લામાં ઝીંગાની ખેતી કરતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે.
4000 ટન ઝીંગા ખરીદતા હતા
વલસાડના હિંગળાજના રહેવાસી અને ઝીંગાની ખેતી કરતા રણજિતભાઈ ટંડેલે જણાવ્યું હતું કે,જાપાન,અમેરિકા,યુક્રેનમાં વલસાડના ટાઇગર ઝીંગાની ઘણી માંગ હતી અને 4000 થી 5000 ટન ઝીંગા તેઓ ખરીદતા હતા. હવે રસિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધના કારણે યુક્રેનમાં ઘણી મંદી નો માહોલ છે. જાપાન અને અમેરિકામાં જરૂરિયાત કરતા સ્ટોક વધારે થતા તેઓ ઝીંગા લેવાની ના પાડે છે અને હવે વેપારી 320 રૂપિયે ઝીંગા માંગે છે.
ટેકાના ભાવ આપવાની માંગ કરી
રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધ ના કારણે ભારે અર્થતંત્ર ઉપર ભારે અસર સર્જાઈ છે. જેને કારણે ઈમ્પોર્ટ, એક્સપોર્ટના ધંધાને પણ ભારે નુકસાન થયું છે,જેને કારણે વલસાડના હિંગળાજ ગામે ઝીંગાની ખેતી કરતા માછીમારોને ભારે નુકસાન થયું છે.ઝીંગાના પૂરતા ભાવો ન મળવાને કારણે તેઓ સરકાર પાસેથી આશા લઇને બેઠા છે અને ટેકાના ભાવ આપવાની માંગ કરી છે.