Home /News /valsad /Valsad News: વલસાડ પાસે અમદાવાદ-મુંબઈ હાઇવે પર પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો, બુટલેગર કાર મૂકી ફરાર

Valsad News: વલસાડ પાસે અમદાવાદ-મુંબઈ હાઇવે પર પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કર્યો, બુટલેગર કાર મૂકી ફરાર

વલસાડ પોલીસે કારનો પીછો કર્યો તો બુટલેગર કાર મૂકીને ભાગી ગયો.

Valsad News: વલસાડ પોલીસે અમદાવાદ-મુબંઈ હાઇવે પર દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. ત્યારે બુટલેગરને ખબર પડી જતાં તેણે કાર ખનકીમાં કૂદાવી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર દારૂ ભરેલી એક કારનો પોલીસે પીછો કર્યો હતો. ત્યારે બુટલેગરે દારૂ ભરેલી કારને હાઇવેની સાઇડમાં આવેલી ખનકીમાં કૂદાવી દીધી હતી. ત્યારે પોલીસ પહોંચે તે પહેલાં જ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો છે. આ મામલે પોલીસે કારમાં તપાસ કરતા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

    પોલીસે બાતમીને આધારે કાર્યવાહી કરી


    મળતી માહિતી પ્રમાણે, વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલી વલસાડ સુગર ફેક્ટરી નજીક વોચમાં હતી. તે દરમિયાન જ હાઇવે પરથી પૂરપાટ ઝડપે પસાર થતી હતી. ત્યારે પોલીસે બાતમીવાળી કારનો પીછો કર્યો હતો. પરંતુ બુટલેગરને જાણ થઈ જતા તેણે કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી. ત્યારે પોલીસની ટીમના હાથમાં ઝડપાઈ જવાના ડરથી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલી એક ખનકીમાં કાર ઉતારી દીધી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

    આ પણ વાંચોઃ વલસાડના દાણા બજારમાં આખલાઓ સામેસામે આવ્યાં

    પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી


    પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાલ કરતા કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર ખનકીમાં હોવાથી તેને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી. ત્યારબાદ પોલીસે વિદેશી દારૂ ભરેલી લક્ઝુરિયસ કાર અને અંદરથી મળેલા દારૂના જથ્થા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ગુનો નોંધીને બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Valsad Crime, Valsad news, Valsad police