Valsad News: વલસાડ જિલ્લામાં પણ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ ત્રીજી જાન્યુઆરીથી જિલ્લામાં બાળકોના રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ જિલ્લામાં 80 હજાર બાળકોને રસી આપવાનું આયોજન થઈ રહ્યું છે. અને અભિયાન શરૂ થાય એ પહેલા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
દેશભરમાં ત્રીજી જાન્યુઆરીથી સરું થઈ રહેલા બાળકોના રસીકરણ અભિયાનની તૈયારી વલસાડ જિલ્લામાં પણ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં પણ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા ત્રીજી જાન્યુઆરીથી બાળકોના રસીકરણ અભિયાન શરૂ કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. અને અભિયાન શરૂ થાય એ પહેલા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે ત્રીજી જાન્યુઆરી થી 15 થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન ચાલુ થઈ રહ્યું છે. જેના માટે પહેલી તારીખથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં પણ પહેલી તારીખથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. તેમજ રસીકરણ શરૂ થાય ત્યારે સ્પોટ રજીસ્ટ્રેશન માટે પણ સુવિધાઓ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ વલસાડ જિલ્લામાં 80 હજાર બાળકોને રસી આપવાનું આયોજન થઈ રહ્યું છે.
જેના માટે વાલીઓની સંમતિ અને વાલીઓને પણ વિશ્વાસમાં લેવા માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવનાર છે.બાળકોના રસીકરણ માટે કેટલીક શાળાઓમાં પણ રસીકરણના કેમ્પ શરૂ કરવામાં આવશે. સાથે જ જે તે વિસ્તારમાં સંખ્યા પ્રમાણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટર ઉપર પણ રસીકરણની તૈયારીઓ કરવામાં આવી છે.
જિલ્લામાં વહેલી તકે બાળકોનું રસીકરણ પૂરું થાય તે માટે જિલ્લા ભરમાં રસીકરણના કેમ્પો કરવામાં આવનાર છે. અને જરૂર જણાય તો બાળકોને રસીકરણ માટે નાઈટ સેશનની પણ તૈયારીઓ રાખવામાં આવી છે. આમ ત્રીજી તારીખથી વલસાડ જિલ્લામાં શરૂ થનાર બાળકોના રસીકરણ ઝુંબેશ માટે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણ સજ્જ છે.