Home /News /valsad /વલસાડમાં એરગનથી ફાયરિંગ કરી લોકોને ધમકાવ્યા, પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

વલસાડમાં એરગનથી ફાયરિંગ કરી લોકોને ધમકાવ્યા, પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

Valsad Crime News: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટૂકવાડામાં એરગનથી ફાયરિંગ કરી એક ચાલીમાં લોકોને ધમકાવતા પોલીસ દોડતી કઈ થઈ ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમને ટૂકવાડામાં ફાયરિંગ થયું હોવાના મેસેજ મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.

વધુ જુઓ ...
    ભરત પટેલ, વલસાડ: વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટૂકવાડામાં એરગનથી ફાયરિંગ કરી એક ચાલીમાં લોકોને ધમકાવતા પોલીસ દોડતી થઈ થઈ ગઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમને ટૂકવાડામાં ફાયરિંગ થયું હોવાના મેસેજ મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને ફાયરિંગ કરી લોકોને ધમકાવનાર વાપીના ચલા વિસ્તારમાં રહેતા કુંદન શાહ નામના યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. આરોપી યુવક જુહી નામની એક યુવતીને મળવા પહોંચ્યો હતો.

    યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ


    જોકે જુહી ઘરે નહિ હોવાથી આસપાસના લોકો સાથે પૂછપરછ કરી હતી. જોકે સ્થાનિક લોકોએ યુવકની ઓળખ માંગતા રોષે ભરાયેલા યુવકે પોતાની પાસે રાખેલી એરગનમાંથી અવારનવાર ફાયરિંગ કરી લોકોને ધમકાવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પરિણામે પારડી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી એરગનથી ફાયરિંગ કરી લોકોને ધમકી આપી રહેલા યુવકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: સુરતમાં પતંગના દોરાથી બાઈક પર જતા યુવકનું ગળું કપાયું

    કુંદન શાહે રોષે ભરાઈ એરગન બતાવી દીધી


    બનાવની વિગત મુજબ ટુકવાડા બાવરી મોરા ફળિયામાં રાજેશ વિનોદ ચંદ્ર રાજપુતની ચાલમાં રહેતી જુહી દેવી નામની એક મહિલાને મળવા માટે વાપીના ચલા વિસ્તારમાં રહેતા કુંદન યોગેશભાઈ શાહ નામનો યુવક આવ્યો હતો. જ્યાં જુહીદેવીનું રૂમ બંધ હતું. આથી રૂમના માલિક રાજેશ વિનોદ ચંદ્ર રાજપુત ત્યાં આવી કુંદન શાહને જુહીની રૂમ બંધ હોવાનું કહી તેની ઓળખ અંગે પૂછપરછ કરી હતી. આથી યુવક કુંદન શાહ રોષે ભરાઈ પોતાની સાથે લાવેલ એરગન તેણે રાજેશ ભાઈના માથામાં તાકી દીધી હતી.

    આ પણ વાંચો: અમદાવાદમાં યુવકે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યાં, ગર્ભવતી થઈ તો તરછોડી

    હવામાં ફાયરિંગ કરી લોકોને ધમકાવ્યા


    આથી રાજેશભાઈ બુમાબૂમ કરતા ફળિયાના લોકો ભેગા થઈ જતાં કુંદને હવામાં ફાયરિંગ કરી લોકોને ધમકાવ્યા હતા. આથી લોકોએ 100 નંબરમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી એરગન બતાવી લોકોને ધમકાવતા કુંદનને દબોચી અટકાયત કરી હતી. એરગન બતાવી લોકોને ધમકાવતા કુંદન શાહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Firing, Latest firing news, Valsad, Valsad news