Home /News /valsad /વલસાડના પારડી પંથકમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવી, CCTVમાં કેદ થયા ચોર

વલસાડના પારડી પંથકમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવી, CCTVમાં કેદ થયા ચોર

પારડી પંથકમાં તસ્કર ટોળકીએ તરખાટ મચાવી

Valsad: વલસાડ જિલ્લાના પારડી પંથકમાં તસ્કર ટોળકીનો તરખાટ, કોસ્ટલ હાઈવે પર 15,000થી વધુની મતદાનની ચોરી થઈ, જ્યારે એપાર્ટમેન્ટના ફ્લેટમાં તસ્કરો પ્રવેશી અને તિજોરી કબાટ અને અન્ય ખૂણામાં રાખેલી અંદાજે 1 લાખથી વધુના મત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા.

વધુ જુઓ ...
    વલસાડ: વલસાડ જિલ્લાના પારડી પંથકમાં ફરી એક વખત તસ્કર ટોળકી તરખાટ મચાવી રહી છે. આ વખતે તસ્કર ટોળકીએ કોસ્ટલ હાઈવે પર આવેલા એક બંગલાને નિશાન બનાવ્યો હતો. આ ગેંગ રાતના અંધકારમાં બંગલામાં પ્રવેશી હતી. બંગલામાં પરિવારના સભ્યો સુતા હોવા છતાં પણ અંદાજે 15,000થી વધુની મતદાનની ચોરી કરી ચોરની ટોળકી ફરાર થઈ ગઈ હતી. ચોરી કરતા પહેલા તસ્કરોએ બંગલામાં લગાવેલા સીસી ટીવી કેમેરાની દિશા પણ ફેરવી દીધી હતી. પરંતુ કેટલાક કેમેરાઓમાં આ તસ્કર ટોળકી આબાદ ઝડપાઈ ગઈ હતી.

    ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

    જો કે, અત્યારે સીસીટીવી ફૂટેજના આધારે પારડી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત મુજબ વલસાડના પારડી તાલુકાના એક બંગલામાં ગઈ રાત્રે અંદાજે 15,000ની મુદ્દામાલની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘરમાં એક દંપતિ સૂતું હતું. પતિ માંદગી હોવાથી પથારીએ હતા અને પત્ની સૂઈ ગઈ હતી. તેમ છતાં તસ્કરો બારીની ગ્રીલ તોડી અને અંદર પ્રવેશ્યા હતા. ઘરના કબાટ અને અન્ય જગ્યાએ રાખેલા રોકડ રકમ સહિતની અન્ય વસ્તુઓ મળી અંદાજે 15,000 થી વધુની મતાની ચોરી કરી અને બિલ્લી પગે ફરાર થઈ ગયા હતા.

    આ પણ વાંચો: PM મોદીનો માનવતાવાદી અભિગમ, રસ્તામાં એમ્બ્યુલન્સ આવતા રોકાવી દીધો કાફલો

    પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી હાથ ધરી

    ચોરી કરતા અગાઉ તસ્કરોએ જે જગ્યાએ કેમેરા લગાવેલા હતા તે કેમેરાઓની દિશા પણ ફેરવી દીધી હતી. જ્યારે કેમેરાઓની દિશા ફેરવ્યા બાદ તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કર્યો હતો. જોકે, એક કેમેરામાં આ ટોળકી ચોરી કરતા ઝડપાઈ ગઈ હતી. તો અન્ય એક બનાવવામાં પારડીના સૌરાષ્ટ્ર દર્શન એપાર્ટમેન્ટમાં પણ એક ફ્લેટમાંથી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. એપાર્ટમેન્ટના ફ્લેટમાં તસ્કરો પ્રવેશી અને તિજોરી કબાટ અને અન્ય ખૂણામાં રાખેલી અંદાજે 1 લાખથી વધુના મત્તાની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. જોકે, અત્યારે પોલીસના હાથે એક બનાવમાં  સીસીટી ફૂટેજ હાથ લાગ્યા છે. આથી પારડી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Pardi, Valsad news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन