Home /News /valsad /

ગુજરાતમાં કોરોના રિટર્ન, હવે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક પહેરવું ફરજિયાત

ગુજરાતમાં કોરોના રિટર્ન, હવે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક પહેરવું ફરજિયાત

વલસાડ જિલ્લામાં વધતા સંક્રમણને કાબુમાં રાખવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે એ જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ છે કે સરકારી કચેરીઓમાં અનેક લોકોની અવર જવર રહેતી હોવાથી સરકારી કચેરીઓમાંથી સંક્રમણ વધુ ફેલાવાની શક્યતાને જોતા જિલ્લા કલેક્ટરે હવેથી સરકારી કચેરીઓમાં માસ્ક પહેરવું  ફરજિયાત કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ: ગુજરાત (Gujarat Corona case)માં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ (Coronavirus)ના નવા કેસમાં મોટો વધારો નોંધાયા છે. ત્રણ મહિના પછી ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં 07 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની 72 કેસ નોંધાયા છે. ત્યારે વલસાડ (Valsad Corona Case) જિલ્લા કલેક્ટર કચેરીમાં માસ્ક પહેરવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના આદેશથી માસ્ક ફરજિયાતનો આદેશ વધતા જતા કોરોના સંક્રમણને કારણે આપવામાં આવ્યો છે.

    વલસાડ જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે કે, માસ્ક પહેર્યા વગર કલેક્ટર કચેરીમાં એન્ટ્રી આપવામાં નહીં આવે. વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં ફરી એક વખત માસ્ક ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વધી રહેલા કેસને કારણે વલસાડ જિલ્લા કલેકટરના આદેશથી કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં માસ્ક ફરજિયાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. વલસાડમાં સતત કોરોનાના કેસ વધતા વહીવટી તંત્ર હવે સતર્ક બન્યું છે. આથી સલામતીના ભાગ રૂપે જિલ્લાની સરકારી કચેરીમાં હવે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને ટેસ્ટિંગ પણ વધારવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો- ગુજરાતમાં ત્રણ મહિના બાદ કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા

    જિલ્લામાં વધતા સંક્રમણને કાબુમાં રાખવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 5 કેસો આવતા વહીવટી તંત્ર દ્વારા સતર્કતાના પગલે તમામ સરકારી કચેરીઓમાં માસ્ક ફરજિયાત કર્યું છે. તો બીજી તરફ હવે ટેસ્ટિંગ સહિત અન્ય તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. કોરોના એ ફરી માથું ઉચકતા તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. જિલ્લામાં હવે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રોજના 1000 થી વધુ ટેસ્ટ કરવા સહિત સારવાર માટે પણ તંત્ર અત્યારથી સજ્જ થઈ રહ્યું છે.

    આ પણ વાંચો- VIDEO: બાઈક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત

    આ અંગે વલસાડ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે એ જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ છે કે સરકારી કચેરીઓમાં અનેક લોકોની અવર જવર રહેતી હોવાથી સરકારી કચેરીઓમાંથી સંક્રમણ વધુ ફેલાવાની શક્યતાને જોતા જિલ્લા કલેક્ટરે હવેથી સરકારી કચેરીઓમાં માસ્ક પહેરવું  ફરજિયાત કરવામાં આવ્યું છે.

    જણાવી દઇએ કે, રાજ્યમાં આજની તારીખમાં 363 એક્ટિવ કેસ છે. ત્યાં જ રાજ્યમાં કુલ 00 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કુલ 363 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દઓની સંખ્યા 12,14,280 છે. આ ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,944 છે. આજે રાજ્યમાં કુલ 72 કોરોના કેસ નોંધાયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat corona cases, Valsad City, Valsad district, Valsad news, વલસાડ

    આગામી સમાચાર