Home /News /valsad /Vapi Crime: 12 વર્ષની સગીરાને હેવાન પોડોશી મહિનાઓ સુધી પીંખતો રહ્યો, વાપીની ચોંકાવનારી ઘટના

Vapi Crime: 12 વર્ષની સગીરાને હેવાન પોડોશી મહિનાઓ સુધી પીંખતો રહ્યો, વાપીની ચોંકાવનારી ઘટના

ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો રોજગાર માટે વસ્યા છે.

આ ઘટનામાં પિડીતા શરૂઆતમાં ચૂપ રહી  હતી. પરંતુ આ હેવાન ઈસમ આ સગીરા સાથે વારંવાર બળાત્કાર કરતો રહ્યો. અંતે સગીરાએ પોતાની સાથે થયેલી હેવાનિયતની ઘટના તેના વાલીને જાણ કરી હતી.

    ભરતસિંહ વાઢેર, વાપી: રાજ્યમાં સ્ત્રી સુરક્ષા અને મહિલા સશક્તિકરણ (Women empowerment)ના મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે, તેમ છતાં પણ આજે પણ કોઈપણ ઉંમરની યુવતી કે મહિલાઓ સલામત નથી. ખાસ કરીને સગીરો સાથેના શોષણ (exploitation of women) અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પોકસો જેવી એક્ટ (POCSO Act) પણ લાવવામાં આવ્યા છે. તેમ છતાં પણ રાજ્યમાં સગીરો સાથેનું શોષણ (Rapce Case) અટકતું નથી. ત્યારે રાજ્યના છેવાડે આવેલ ઔદ્યોગિક નગરી વાપી (Vapi)માં ફરી એકવાર 12 વર્ષીય સગીરા સાથે શોષણ થયું છે.

    વાપીમાં હેવાનિયતભરી કરતૂત કરનાર આ યુવાનની વાપી ટાઉન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ સુનિલ યાદવ છે અને તેણે તેના પાડોશમાં આવેલ એક સગીરા સાથે શોષણ કર્યું છે. સામાન્ય રીતે પહેલો સગો પાડોશી માનવામાં આવે છે. પરંતુ સુનીલ યાદવ જેવા પાડોશી ભગવાન કોઈને પણ ન આપે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ચાલીમાં સગીરા તેના માતા-પિતા સાથે રહેતી હતી. જો કે તેના માતા પિતા એક કંપનીમાં નોકરી માટે ગયા હતા. ત્યારે આ હેવાન ઈસમ દ્વારા પાડોસમાં રહેતી સગીરાને કોઈ કામ માટે ઘરે બોલાવી હતી અને તકનો લાભ લઈને આ સગીરા સાથે દુષ્કર્મમાં આચાર્ય હતું. માત્ર 12 વર્ષની સગીરા કંઈ સમજે તે પહેલા જ આ સમયે તેના પર બળાત્કાર કર્યો હતો અને આ મામલે જો કોઈને ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    આ પણ વાંચો- સુરતમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે અનેક વખત કર્યું બદકામ

    આ ઘટનામાં પિડીતા શરૂઆતમાં ચૂપ રહી  હતી. પરંતુ આ હેવાન ઈસમ આ સગીરા સાથે વારંવાર બળાત્કાર કરતો રહ્યો. અંતે સગીરાએ પોતાની સાથે થયેલી હેવાનિયતની ઘટના તેના વાલીને જાણ કરી હતી. અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સગીરાના માતા-પિતાએ આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે પણ ગણતરીના સમયમાં આરોપી સુનિલ યાદવની ધરપકડ કરી લીધી છે.

    ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો રોજગાર માટે વસ્યા છે. માતા-પિતા બંને વાપી તેમજ આજુબાજુની કંપનીઓમાં નોકરી માટે જતા હોય છે. ત્યારે તેમના બાળકોની સુરક્ષા પર અનેક સવાલો ઊભા થતા હોય છે ત્યારે એકલા રહેતા આવા સગીરાઓની સલામતી પર સુનિલ જેવા હેવાન ઈસમો ખતરા રૂપ સાબિત થતા હોય છે.

    આ પણ વાંચો- અમદાવાદમાં ગાંજાની માંગમાં વધારો? રેલવે SOG એ દસ દિવસમાં 4 કેસ કર્યા

    આ ઘટનામાં પણ પીડિતાના માતા-પિતા નોકરી માટે દિવસ દરમિયાન બહાર રહેતા હતા. ત્યારે આ આરોપીએ આ તકનો લાભ લઈને સગીરાને પીંખી નાંખી હતી. જો કે હવે આરોપી વાપી ટાઉન પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. વાપી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર તેમજ પોકસોની કલમ પણ લગાવી છે. આરોપી અને પીડિતાને મેડિકલ અર્થે પણ મોકલી દેવામાં આવ્યા છે. વાપી ટાઉન પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તજવીજ હાથ ધરી છે. ત્યારે પોતાના દીકરા દીકરીને પાડોશીના હવાલે મોકલનાર વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Gujarati news, Vapi crime, Vapi News, વાપી

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો