NCB ની તપાસમાં થયો મોટો ખુલાસો, 68 કિલો Alprazolam પાઉડરનો થવાનો હતો ખતરનાક ઉપયોગ
NCB ની તપાસમાં થયો મોટો ખુલાસો, 68 કિલો Alprazolam પાઉડરનો થવાનો હતો ખતરનાક ઉપયોગ
આ પાઉડર આરોપી ગેરકાયદેસર રીતે બનાવી રહ્યા હતા અને જેનો ઉપયોગ ખુબજ ખતરનાક રીતે થવાનો હતો.
NCB ને માહિતી મળી હતી કે આ લોકો એક ફેક્ટરી ખોલી ખોટી રીતે alprazolam નામનો પાઉડર બનાવીને સપ્લાય કરે છે અને જે માહિતીના આધારે આ લોકોની ધરપકડ કરી તો અનેક ખુલાસા સામે આવ્યા છે. તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 2 મહિનાથી આ ફેક્ટરી ખોલી હતી અને જેનો માસ્ટર માઈન્ડ તેલંગાણાનો છે અને કે હાલ ફરાર છે.
ગુજરાત NCB દ્વારા વાપી (Vapi Crime)માં એક ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં થી 68 કિલો Alprazolam પાઉડર કબ્જે કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ પાઉડર આરોપી ગેરકાયદેસર રીતે બનાવી રહ્યા હતા અને જેનો ઉપયોગ ખુબજ ખતરનાક રીતે થવાનો હતો. આ આરોપીઓ લોકોને ઝેર પીવડાવવા જઈ રહ્યા હતા પરંતુ તે પેહલા મોટો ખુલાસો થઈ ગયો છે. Ncb એ એક ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ 4 આરોપીઓમાંથી રફીક, સજાદ અને રાહુલ એસ.કે મૂળ બંગાળના છે અને કે શ્રીનિવાસ મૂળ તેલંગાના નો છે.
NCB ને માહિતી મળી હતી કે આ લોકો એક ફેક્ટરી ખોલી ખોટી રીતે alprazolam નામનો પાઉડર બનાવીને સપ્લાય કરે છે અને જે માહિતીના આધારે આ લોકોની ધરપકડ કરી તો અનેક ખુલાસા સામે આવ્યા છે. તપાસ માં સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 2 મહિનાથી આ ફેક્ટરી ખોલી હતી અને જેનો માસ્ટર માઈન્ડ તેલંગાણાનો છે અને કે હાલ ફરાર છે. તપાસમાં સામે આવ્યું છે કે આ પાઉડરનો ઉપયોગ માનસિક રોગીઓની દવા બનાવવા માટે હોય છે અને જેના માટે તેનું લાઈસન્સથી લઇ તમામ પ્રક્રિયા હોય છે પરંતુ આ લોકો ગેરકાયદેસર રીતે આ પાઉડરને બનાવીને સપ્લાય કરી રહ્યા હતા. મહત્વ નું છે કે આ પાઉડરને આ લોકો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં વેચવા જઈ રહ્યા હતા.
નોંધનીય છે કે આ તો 2 મહિનાથી આ કામ કરી રહ્યા હતા પરંતુ આ પાઉડરનો જે જગ્યા ઉપયોગ થવાનો હતો તે જાણીને તમે પણ ચોંકી જશો અને કઈ રીતે આ લોકો ઝેર લોકોને આપી રહ્યા હતા તે વાતનો પણ ખુલાસો થઇ ગયો છે. Ncb ની તપાસમાં આ ચારે આરોપીઓ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે કે આ પાઉડરનો ઉપયોગ તાડીમાં થઈ રહ્યો હતો. તાડી સામાન્ય રીતે એક એવી વસ્તુ છે કે જે સવારે પિવિયે તો સારું છે પરંતુ સાંજ પડતા લોકો તેને નશા માટે ઉપયોગ કરતા હોય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં આ મોકલીને તાડીમાં નાખી આનો ઉપયોગ કરતા હતા.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં તાડીની દુકાન હોય છે અને જે લાઈસન્સ લઈ તેને ચલાવવામાં આવે છે ત્યારે તેવા લોકો આ પાઉડર લઈ અને 200 લીટર તાડીમાં માત્ર 4 ગ્રામ જેટલું આ પાઉડર નાખી દેતા અને જેનાથી નશો ખુબજ વધી જતો હતો. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે તાડી મોટી માત્રામાં ના હોવાથી આ લોકો પાણીમાં કલર નાખીને પણ આ પાઉડર નાખીને લોકોને આની ટેવ પાડી રહ્યા હતા. આ મામલે ncb ના અધિકારીઓ નું કેહવુ છે જે આવું કરવા પાછળનું કારણ બીજું કઈ નહિ પરંતુ નશાના ધંધાની હરીફાઈ છે. દુકાન ધારકો પોતાના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે અને ખાસ કરી ને અમારી તાડીમાં વધુ નશો છે તે માટે લોકોને ઝેર પીરસી રહ્યા હતા.
આ તાડી વારંવાર પીવાથી લોકોને ટેવ પડી જાય છે અને થોડા સમય પછી આના વગર રહી પણ નહિ શકે અને કે કારણોસર આ પાઉડરની ડિમાન્ડ વધી રહી છે. મહત્વ નું છે કે આ મામલે NCBની ટીમ દ્વારા મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રમાં અલગ-અલગ જગ્યા દરોડા પાડવામા આવી રહ્યા છે અને તેમના હાથમાં અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે અને મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ અનેક મોટા ખુલાસા પણ સામે આવી શકશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર