Home /News /valsad /Valsad: गृहम् गृहम् संस्कृत्तम् સુત્ર અહીં સાર્થક થઇ રહ્યું છે, જોણો કેવી રીતે

Valsad: गृहम् गृहम् संस्कृत्तम् સુત્ર અહીં સાર્થક થઇ રહ્યું છે, જોણો કેવી રીતે

શરૂઆત માત્ર 3 વિધાર્થીઓ સાથે કરવામાં આવી હતી, આજે 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ 

વલસાડના મગોદ ગામમાં 2001 થી શરૂ કરવામાં આવેલી મુક્તાનંદ સંસ્કૃત વિદ્યાલયમાં શરૂઆત માત્ર 3 વિધાર્થીઓ હતાં આજે અહીં 150 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

  Akshay Kadam valsad: અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ એટલી હદે વધતું જઈ રહ્યું છે કે, ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત લુપ્ત થવાને આરે ઉભી છે. ગુજરાતમાં હાલ 65 સંસ્કૃત પાઠશાળા ચાલે છે. જેમાં અંદાજે 5000 વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા ભણી આપણા વારસાને જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

  સંસ્કૃત અને સંસ્કૃતિને બચાવવા માટે ગૃહમ ગૃહમ સંસ્કૃત્તમનું સૂત્ર અપનાવવામાં આવ્યું છે. વલસાડના મગોદ ગામમાં 1998 માં શાંતિ મંદિર ની સ્થાપના કરવામાં આવી હતી, જે બાદ 2001 થી મુક્તાનંદ સંસ્કૃત વિદ્યાલયની સ્થાપના નિત્યાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી.શાંતિ મંદિર ખાતે ચાલી રહેલી શ્રી મુકતાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિની સાથે સંસ્કૃતની પણ શિક્ષા આપવા માં આવે છે.  આ વિદ્યાર્થીઓને સસ્વર યજુર્વેદ અને કર્મકાંડનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે.વલસાડના મગોદ ગામમાં 2001 થી શરૂ કરવામાં આવેલી મુક્તાનંદ સંસ્કૃત વિદ્યાલયની શરૂઆત માત્ર 3 વિધાર્થીઓ હતાં આજે અહીં 150 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.  કયા-કયા વિષયો શીખવવામાં આવે છે

  આ સાથે સંસ્કૃતમાં  સાહિત્ય, વ્યાકરણ, સાહિત્ય, જયોતિષ, પૂરાંણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, આયુર્વેદ,વાસ્તુ, સહીત વેદોની સાથે સંગીત,અંગ્રેજી,કોમ્પ્યુટર, ખેતીવાડી,  ગૌશાળા, સંગીત, પાક શાસ્ત્ર પણ શીખવવામાં આવે છે. જેથી આ પાઠશાળામાંથી ડિગ્રી મેળવી બહાર નીકળેલા વિદ્યાર્થીને કોઈપણ ક્ષેત્રમાં પડકારનો સામનો ન કરવો પડે.  વલસાડના મગોદની આ સંસ્કૃત પાઠશાળાને ગાંધીનગર શિક્ષણ વિભાગ તરફથી ધો.12 સુધી માન્યતા આપવામાં આવી હોવાથી શાસ્ત્રી (બેચલર્સ) અને આચાર્ય (માસ્ટર્સ)ની પદવીના અભ્યાસ માટે સોમનાથ યુનિવર્સિટી(વેરાવળ)ની માન્યતા પ્રાપ્ત છે.  બી.એડ વગેરેના અભ્યાસ માટે આશ્રમના ખર્ચે ભણાવવામાં આવે છે

  સૌથી મહત્વની વાત એ છે કે, ધો. 8 થી લઈને આચાર્ય (માસ્ટર્સ) સુધીના અભ્યાસ ક્રમ માટે વિદ્યાર્થીઓને આશ્રમમાં નિ:શુલ્ક વિદ્યા આપવામાં આવી રહી છે. એમના રહેવાની – જમવાની વ્યવસ્થા પણ આશ્રમમાં મફતમાં કરવામાં આવે છે. આચાર્યની પદવી પ્રાપ્તિ પછી આશ્રમ તરફથી ઈચ્છુક વિદ્યાર્થીઓને બી.એડ વગેરેના અભ્યાસ માટે આશ્રમના ખર્ચે યોગ્ય યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે.

  આ રીતે મગોદ ગામમાં સ્થિત શાંતિ મંદિર બાળકોમાં સંસ્કૃતિની સાથે સંસ્કારનું સિચન કરી રહી છે. જેમાં દેશભરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ સંસ્કૃત વિદ્યાલયમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ હાલમાં આચાર્ય અને બી.એડની પદવી પ્રાપ્ત કરીને વિવિધ શાળાઓમાં અધ્યાપક તરીકેની સેવા આપી રહ્યા છે.  ક્યાં ક્યાંથી વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે

  વલસાડના મગોદ ખાતે આવેલા શાંતિ મંદમાં ચાલી રહેલી મુક્તાનંદ સંસ્કૃત વિદ્યાલય ખાતે ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન , હરિયાણા, મહારાષ્ટ્ર, હિમાચલ,સહીત નેપાળથીમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા શીખવા માટે આવે છે.

   5થી રાત્રે 9 સુધી આધ્યાત્મિક પ્રવૃત્તિ

  આ સંસ્કૃત પાઠશાળામાં સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી અભિષેક, સ્તોત્રગાન, યોગ, ધ્યાન તથા આધ્યાત્મિક ઉત્થાન માટેની પ્રવૃત્તિઓ દ્વારા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

  મુક્તાનંદ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય સાથેની ખાસ વાતચીત

  મુક્તાનંદ સંસ્કૃત વિદ્યાલય ના આચાર્ય ડો.સત્યરાજ રેગમી ન્યૂઝ 18 ની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા લોકોને એમ છે કે સંસ્કૃત શીખ્યા પછી શુ?કે આ વ્યકતી સંસ્કૃત શીખીને પંડિત જ બનશે, પણ એવું નથી સંસ્કૃત ભાષામાં પણ ઘણબધા સ્કોપ છે જેવા કે,માંધ્યમિક શાળામાં શિક્ષક તરીકે પુરા ભારત દેશ માં નોકરી મળી શકે છે.સંસ્કૃત વિદ્યાલય/ગુરુકુળ માં આચાર્ય/વિષય વિશેષયજ્ઞ તરીકે નોકરી મળી શકે છે. સંસ્કૃત વિશ્વવિદ્યાલય માં પ્રોફેસર તરીકે નોકરી મળી શકે છે.સેનામાં ધર્મ ગુરુ તરીકે નોકરી મળી શકે છે.ભારતીય સંસ્કૃતિ સભ્યતાઓને શોધ કર્તા તરીકે નોકરી મળી શકે છે.સનાતન પરંપરાઓનો પ્રચાર પ્રસાર કરવાની નોકરી મળી શકે છે.પત્રકારિત્વમાં તરીકે નોકરી મળી શકે છે. આયુર્વેદ, જ્યોતિષ, વસ્તુ,કર્મકાંડ જેવા વિષયો માં આગળ વધી કોઈપણ ક્ષેત્રમાં પડકારનો સામનો ન કરવો પડે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Education News, Local 18, Sanskrit, Students, Valsad

  विज्ञापन
  विज्ञापन