
વલસાડના ભાજપના સાંસદ ડૉ.કે. સી. પટેલ પર દિલ્હીની નીચલી કોર્ટમા દુષ્કર્મના આરોપ સાથે ફરિયાદ દાખલ થતા ખડભડાટ મચી ગયો છે. દિલ્હી ની એક મહિલા વકીલએ વલસાડ ડાંગના સાંસદ કે.સી. પટેલ પર દુષ્કર્મના આરોપ સાથે દિલ્હીની નીચલી કોર્ટમા ફરિયાદ દાખલ કરી હતી.આથી કોર્ટએ દિલ્હી ના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનના એસ એચ ઓ પાસે થી આ સમગ્ર મામલે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.