Home /News /valsad /

Monsoon 2022: વાપીમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા

Monsoon 2022: વાપીમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા

ધોધમાર વરસાદના કારણે જાહેર રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલજીલ્લા ના તમામ તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ વરસાદ વાપીમાં વાપીમાં બે કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો ભારે વરસાદથી વાપીના જાહેર રસ્તાઓ પર પાણી ભરાયા...રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીભારે વરસાદથી વાપીના રેલવે

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વાપી: વલસાડ (Valsad) જિલ્લામાં આજે પણ વરસાદી (Gujarat Monsoon) માહોલ જામ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો. જો કે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપી (Vapi Rainfall)માં નોંધાયો હતો. વાપીમાં સવારથી બપોર સુધી હળવો વરસાદ વરસ્યો હતો. પરંતુ બપોર બાદ બે કલાક સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. આમ બે કલાક સુધી વરસેલા ધોધમાર વરસાદને કારણે વાપીના નીચાણ વાળા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.

    ધોધમાર વરસાદના કારણે જાહેર રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો દર વર્ષની સમસ્યાની જેમ આ વખતે પણ વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જ વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો હતો. જ્યાં બપોર બાદ વાપીમાં બે કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું હતું.

    આ પણ વાંચો- અમદાવાદ પોલીસ કમિશનરે રથયાત્રાનાં રૂટ પર નો પાર્કિંગ ઝોનનું જાહેરનામું બહાર પાડ્યું

    ત્યાં જ આજે વલસાડ જીલ્લાનાં તિથલના દરિયાકિનારે ભારે પવન વચ્ચે ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દરિયાકિનારે ઝડપી પવન ફૂંકાતા અને ઉંચા મોજા ઉછળતા માહોલ તોફાની બન્યો હતો. હવામાન વિભાગે પણ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી કરી છે. જેના પગલે પડોશી સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

    વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પણ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કર્યું છે. તોફાને ચડેલા દરિયાના પાણી કિનારો વટાવી ચોપાટી પર ફરી વળ્યા હતા. જોકે સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા સહેલાણીઓને દરીયા કિનારાનાથી દૂર રાખવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો- ગુજરાત ભાજપના 17 સભ્યોના ડેલીગેશને દિલ્હી સરકારના મોડલની પોલ ખોલી નાંખી

    મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી જ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસાદ વરસ્યો હતો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Gujarat rainfall, Heavy rainfall, Monsoon 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन