Home /News /valsad /વલસાડઃ મોબાઈલ ચોરીનો live video, આંખના પલકારે મોબાઈલ ચોરી બિલ્લી પગે ગઠિયો હોટલમાંથી ફરાર

વલસાડઃ મોબાઈલ ચોરીનો live video, આંખના પલકારે મોબાઈલ ચોરી બિલ્લી પગે ગઠિયો હોટલમાંથી ફરાર

cctv પરથી તસવીર

Valsad Crime News: તકનો લાભ લઈને એક ગઠિયો મોબાઈલ ચોરી અને બિલ્લી પગે હોટલમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે મોબાઈલની ઉઠાંતરી ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં (cctv) કેદ થઇ ગયા છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad Mumbai national highway) પર આવેલી એક હોટલના કાઉન્ટર પરથી નજર ચૂકવી અનેક યુવક  મોબાઈલની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જોકે હોટેલમાં કાઉન્ટર પર ઊભેલા બે શખ્સો મોબાઈલને (mobile) ટેબલ પર મૂકી અને વાત કરી રહ્યા હતા. એ વખતે જે તકનો લાભ લઈને એક ગઠિયો મોબાઈલ ચોરી અને બિલ્લી પગે હોટલમાંથી ફરાર થઈ ગયો હતો. જોકે મોબાઈલની ઉઠાંતરી ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં (cctv) કેદ થઇ ગયા છે. અને તેનો સીસીટીવીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના રોહિના ગામના નીરજ પટેલ નામનો એક યુવક વલસાડ જિલ્લાના ખડકી  ગામમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો.. જ્યાં હાઇવે પર આવેલી એપિકલ હોટલના કાઉન્ટર પર પોતાનો ફોન મૂકી અને તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! પંચમહાલમાં માતા સાથે સૂતેલી માસૂમ દુર્ગાને ઉપાડી ગયો, હેમખેમ પાછી આવી

    એ વખતે જ હોટલના કાઉન્ટર પર એક અજાણ્યો યુવક આવે છે. અને હોટેલમાંથી કઇ વસ્તુની ખરીદી કરવાના બહાને હોટેલના સંચાલક સાથે વાત કરે છે. આ દરમ્યાન કાઉન્ટર પર ઊભેલા બંને વ્યક્તિઓ મોબાઈલ  મૂકી અને વાતમાં મશગુલ હતા.

    આ પણ વાંચોઃ-OMG! મહિલા PSIએ લગ્નના થોડા મહિના પહેલા જ ભાવિ પતિની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો

    આ સમયે જ મોકાનો લાભ લઇ અને અજાણ્યા યુવક ટેબલ પર રાખેલો મોબાઇલને ઉઠાંતરી કરી અને બિલ્લી પગે હોટલની બહાર નીકળી ગયો હતો. જોકે ત્યારબાદ નિરજ પટેલે પોતાના મોબાઈલ ગાયબ હોવાનું જાણ થતાં જ સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અજાણ્યો યુવક  ટેબલ પર મુકેલા મોબાઈલની ઉઠાંતરી કરી અને ફરાર થતો.



    સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. પારડી નજીક  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલી એપપિકલ હોટેલ માં બનેલી આ ઘટનાનો વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: CCTV Video, Crime news, Mobile theft, Valsad news