Home /News /valsad /પરિવાર આર્થિક સંકળામણમાં હતો અને દીકરીના લગ્નનો ખર્યો પોસાય તેમ નહોતો તો માતાએ...
પરિવાર આર્થિક સંકળામણમાં હતો અને દીકરીના લગ્નનો ખર્યો પોસાય તેમ નહોતો તો માતાએ...
ચોકાવનારા હકીકત સામે આવી
Mother And Two Daughter Missing: લગ્નના એક દિવસ અગાઉ માતાનું બે પુત્રીઓ સાથે ગાયબ થવાનું જે કારણ બહાર આવ્યું છે તે જાણીને સૌ ચોંકી ગયા છે. કારણ કે લગ્ન આડે એક દિવસ બાકી હોવા છતાં પણ પરિવાર આર્થિક સંકળામણમાં હતો આથી લગ્નનો ખર્ચો પૂરો થઈ શકે તેમ ન હોવાથી પતિ પત્ની વચ્ચે બબાલ થઈ હતી.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના પારડીના ખેરલાવમાં લગ્નના એક દિવસ અગાઉ જ માતા અને બે પુત્રીઓ ગુમ થવાના મામલે નવો વળાંક આવ્યો છે. આખરે માતા અને બંને પુત્રીઓ નાટ્યાત્મક રીતે પિયરમાંથી જ મળી આવ્યા છે. આથી સ્વજનોએ હાસકારો અનુભવ્યો હતો. જોકે લગ્નના એક દિવસ અગાઉ માતાનું બે પુત્રીઓ સાથે ગાયબ થવાનું જે કારણ બહાર આવ્યું છે તે જાણીને સૌ ચોંકી ગયા છે. કારણ કે લગ્ન આડે એક દિવસ બાકી હોવા છતાં પણ પરિવાર આર્થિક સંકળામણમાં હતો આથી લગ્નનો ખર્ચો પૂરો થઈ શકે તેમ ન હોવાથી પતિ પત્ની વચ્ચે બબાલ થઈ હતી.
ગાયબ થવાનું કારણ જાણીને સૌ ચોંકી ગયા
ઉલ્લેખનીય છે કે, લાચારીવસ માતા બંને પુત્રીઓને લઈ ઘરથી નીકળી ગયા હતા. આમ આર્થિક સંકળામણને કારણે લાચાર માતાએ પોતાની બંને દીકરીઓ સાથે ઘર છોડવાનું નક્કી કર્યું હતું. પરંતુ અને ત્યારબાદ પોલીસે સ્ટેશનમાં મામલો પહોંચતા પોલીસે પણ શોધવા પ્રયાસ કર્યા હતા. આખરે માતા અને બંને પુત્રીઓ મળી આવતા સ્વજનો હાશકારો અનુભવ્યો છે. બનાવની વિગત મુજબ વલસાડના ખેરલાવના સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઇ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચ્ચેની દીકરી હિરલના લગ્ન આગામી 27મી તારીખે અંભેટી ગામમાં નિર્ધારી હતા. આજે એટલે 25મી તારીખે લગ્નની ચાંદલાની વિધિ હતી.
મળતી વિગતો પ્રમાણે એક દિવસ અગાઉ જ બ્યુટી પાર્લર જવાનું કહી અને કન્યા અને તેની માતા અને બહેન ઘરેથી નીકળ્યા હતા. પરંતુ 24 કલાક વિતવા છતાં પણ માતા અને પુત્રીઓ ઘરે પરત ન ફરતા સ્વજનો અને પિતાએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. લગ્નના એક દિવસ અગાઉ જ એક સાથે પરિવારના ત્રણ સભ્યો ગુમ થયા હોવાથી સ્વજનોમાં પણ ચિંતા વ્યાપી હતી. આખરે પારડી પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી હતી. આથી પારડી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જોકે આખરે બે દિવસ બાદ જે પુત્રીના લગ્ન થવાના હતા તે હિરલ અને તેની માતા અને બહેન હેમખેમ પિયરમાંથી મળી આવ્યા હતા.
સમગ્ર પરિવારનું ભરણપોષણ તેમના જ શિરે હતું. દીકરીના હોશે હોશે લગ્ન કરવાની ઈચ્છા હતી. આથી તેમનાથી થઈ શકે તેટલી ખરીદી કરી હતી. પરંતુ તેમ છતાં લગ્નનો કરિયાવર અને અન્ય સામાન લાવવા તેઓની પાસેથી પૈસા ન હોવાથી ઘરે મહેમાનો આવવાની તૈયારી હતી. તેમ છતાં પૈસાની સગવડ ન થતા આ મામલે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી આર્થિક સંકળામણને કારણે પુત્રીના લગ્ન નહિ થઈ શકે તેવું માની લાચાર માતાએ બંને પુત્રીઓ સાથે ઘર છોડ્યું હતું. ત્યારબાદ ઘરેથી વાપી આવ્યા હતા.પરંતુ ત્યાં પણ કોઈ મદદ ન મળતા આખરે તેઓ પિયર ગયા હતા.
પોલીસે તપાસ હાથ ધરી હતી
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલે ત્રણેયના નિવેદનો લઈ જરૂરી કાર્યવાહી કરી હતી. પરંતુ આર્થિક સંકળામણને કારણે ત્રણેય ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે. જોકે આજે લગ્નના ચાંદલાની વિધિ હતી પરંતુ કમનસીબે હવે પરિવારની પુત્રીના લગ્ન હાલ પૂરતા મોકૂફ રહ્યા છે. આથી સમગ્ર પંથકમાં લોકો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.