તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો.
Silvassa News: સેલવાસના દમણ ગંગા નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દેતા ફરજ પરના એક હોમગાર્ડ અને એક યુવકે પોતાના જીવને પણ જોખમમાં મૂકી તેનો જીવ બચાવ્યો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ સેલવાસના દમણ ગંગા નદીમાં એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દેતા ફરજ પરના એક હોમગાર્ડ અને એક યુવકે પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને નદીમાં મોતની છલાંગ લગાવનાર વ્યક્તિને બચાવી લીધો હતો. ત્યારબાદ આ વ્યક્તિને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને વ્યક્તિનો જીવ બચી ગયો હતો.
સેલવાસની દમણ ગંગા નદી કિનારે રિવરફ્રન્ટ પર બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નદીમાં મોતની છલાંગ મંગાવનાર વ્યક્તિને પોતાના જીવને પણ જોખમમાં મૂકી બચાવનાર હોમગાર્ડ અને યુવકની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસના રિવરફ્રન્ટ પર દમણ ગંગા નદીમાં એક વ્યક્તિએ અચાનક જ મોતની છલાંગ લગાવી દીધી હતી. આ વખતે રિવરફ્રન્ટ પર નગીન વાજવાડિયા નામના એક હોમગાર્ડ અને રિવરફ્રન્ટ વર્કર પ્રજ્ઞેશ પટેલ નામનો એક યુવક પણ સ્થળે હાજર હતો. તેમણે આ વ્યક્તિને નદીમાં મોતની છલાંગ લગાવીતા જોતાં જ પોતાના જીવની પણ પરવા કર્યા વિના તેમણે નદીમાં મોતની છલાંગ લગાવનાર બબ્બન બાબુ મોહિતે નામના વ્યક્તિને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા અને બંનેએ મળી આ વ્યક્તિને હેમખેમ બહાર કાઢ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસ અને ફાયર બ્રિગેડને તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. નદીમાં વ્યક્તિને બબ્બન બાબુ મોહિતે નામના વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેનો જીવ બચી ગયો છે. જો કે, ફરજ દરમિયાન પોતાના જીવની પણ પરવા કર્યા વિના નદીમાં મોતની છલાંગ લગાવનાર વ્યક્તિને બચાવનાર હોમગાર્ડ જવાન નગીન વાજવાડીયા અને પ્રજ્ઞેશ પટેલ નામના યુવકની બહાદુરીની લોકો પ્રશંસા કરી રહ્યા છે અને આ મામલે હવે સેલવાસ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.