Home /News /valsad /Valsad: શિક્ષિકાની નોકરી છોડી આ મહિલા સખી મંડળ થકી બેંક મિત્ર બની; મહિને કરે છે દોઢ કરોડનો વ્યવહાર

Valsad: શિક્ષિકાની નોકરી છોડી આ મહિલા સખી મંડળ થકી બેંક મિત્ર બની; મહિને કરે છે દોઢ કરોડનો વ્યવહાર

બેંકિગ

બેંકિગ સેવા કેન્દ્ર શરૂ થતા આસપાસના 10થી15 ગામના 10 હજારથી વધુ લોકો લાભ લઈ રહ્યા

વલસાડના વાંકલ ગામની મહિલાએ શિક્ષિકાની નોકરી છોડી સખી મંડળ બનાવ્યું અને હાલમાં બેંક મિત્ર તરીકે પોતાના વાંકલ ગામના જ નહીં પરંતુ આસપાસના 10 થી 15 ગામના લોકોનું મહિને 1.5 કરોડનો કરે છે વ્યવહાર

    Akshay kadam, Valsad: ગામડાની એક મહિલા આખી બેંકિગ સિસ્ટમ ચલાવે છે, રોજના રૂ. 6 લાખ અને મહિને રૂપિયા દોઢ કરોડથી વધુના નાણાકીય વ્યવહાર કરે છે. આ વાત સાંભળીને નવાઈ લાગે છે પણ ગુજરાત સરકારના સખી મંડળની પહેલે ખરેખર મહિલા સશક્તિકરણનો મજબૂત પાયો નાંખી મહિલાઓ ને ભરપૂર આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બનાવી છે. એમ.ફીલની ઉચ્ચ કક્ષાની ડિગ્રી અને ટાટની પરીક્ષા પણ પાસ કરનાર વલસાડના વાંકલ ગામની મહિલાએ શિક્ષિકાની નોકરી છોડી સખી મંડળ બનાવ્યું અને હાલમાં બેંક મિત્ર તરીકે પોતાના વાંકલ ગામના જ નહીં પરંતુ આસપાસના 10 થી 15 ગામના 10 હજાર થી વધુ લોકોને બેંકિંગ ક્ષેત્રની ક્રેડિટ, સેવિંગ, ઈન્સ્યુરન્સ અને મની ટ્રાન્સફરની સુવિધા આપી મહિને રૂ. 30 હજારથી 35 હજાર સુધીની આવક મેળવી અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયી બન્યા છે.

    શિક્ષક ની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી

    વલસાડ તાલુકાના વાંકલ ગામમાં દરૂ ફળિયા ખાતે રહેતા રશ્મીબેન પ્રવિણસિંહ પરમાર વર્ષ 2008માં વાંકલ પ્રાથમિક શાળામાં સાક્ષરતા અભિયાનમાં જોડાઈને પ્રેરક શિક્ષક તરીકે સેવા આપતા હતા. પરંતુ તેમાં રૂ. 2000નો પગાર મળતો હતો. પતિ ખેતી કરતા હતા પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે ખેતીના પાકની અનિશ્ચિતતા રહેતી હતી. જેથી 5 વર્ષ બાદ રશ્મીબેને નોકરી છોડીને વર્ષ 2017 માં ગામમાં જય સ્વામિનારાયણ સ્વસહાય જૂથ (સખી મંડળ)ની સ્થાપના કરી હતી. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના તત્કાલિન કલ્સ્ટર અધિકારી કેતન પટેલ મારફતે બેંક મિત્ર તરીકે જોડાવાનું માર્ગદર્શન મળતા દિન દયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બેંક મિત્રની તાલીમ મેળવી પરીક્ષા પાસ કરી જોબ મેળવી હતી. 2 વર્ષ બાદ બેંક ઓફ બરોડાએ તાલીમ આપી ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ બેંકિંગ ફાઈનાન્સનું સર્ટિફીકેટ આપ્યું હતું. બાદમાં સેન્ટર શરૂ કરવા માટે કોડ આપ્યો હતો.

    તાલીમ થી લઈ પ્રમાણપત્ર સુધી નો તમામ ખર્ચ સરકારે ચુકાવ્યો

    આ સંઘર્ષ વચ્ચે તાલીમથી માંડીને પ્રમાણપત્ર સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ચૂકવ્યો હતો. સેન્ટર શરૂ થયા બાદ તેને ચલાવવા માટે લેપટોપ, ફિંગર પ્રિન્ટ ડિવાઈસ અને પ્રિન્ટરની ખરીદી માટે અંદાજે રૂ. 50ની હજારની લોન પણ ગ્રામ સખી સંઘમાંથી મેળવી બેંકિગ કેન્દ્રની શરૂઆત કરી હતી. આ કેન્દ્ર થકી રશ્મીબેન તો આર્થિક રીતે પગભર બન્યા.

    આ પણ વાંચો: આમને કહેવાય આદર્શ આચાર્ય, દર વર્ષે 500 દીકરીઓને દત્તક લઈ આવુ કામ કરે છે

    સેન્ટરનો લાભ 10થી15 ગામના લોકો લઈ રહ્યા છે

    જય સ્વામિનારાયણ સખી મંડળના પ્રમુખ રશ્મિબેન પરમારે ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીત માં જણાવ્યું કે, ગામમાં કુલ 52 સખી મંડળ છે જેના મહિને રૂ. 5 લાખ અને ગામમાં 5 દૂધ મંડળી છે તેના મહિને રૂ. 25 લાખના નાણાકીય વ્યવહાર પણ અહીંથી જ થાય છે. હાલમાં હું રોજના રૂ. 6 લાખ અને મહિને રૂ. 1.50 કરોડના વ્યવહાર કરુ છું. જેમાંથી મને દર મહિને સારી આવક મળતા આર્થિક રીતે સધ્ધર બની છું. જે માટે હું ગુજરાત સરકારનો આભાર માનુ છુ.

    બેંકિગ સેવા કેન્દ્રમાંથી પ્રજાને મળતી સેવાઓ

    બેંક ઓફ બરોડાના ખાતામાં આધારકાર્ડથી રૂ. 49,000 સુધી જમા અને રૂ. 20,000 સુધી ઉપાડ,બેંક ઓફ બરોડાના એટીએમથી રૂ. 10,000 સુધી ઉપાડ કરી શકાય,કોઈપણ બેંકના આધારકાર્ડથી રૂ. 10,000 સુધી ઉપાડ થઈ શકે,નવા ખાતા ખોલી આપવામાં આવે છે,ફીક્સ ડિપોઝિટ અને રીકરીંગ ડિપોઝિટની સેવા,જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાનો લાભ,જન ધન યોજના અને અટલ પેન્શન યોજનાનો લાભ,ફંડ ટ્રાન્સફર જેવી સુવિધા વાંકલ ગામ તથા આજુબાજુ ગામના લોકો લઇ રહ્યા છે.
    First published:

    Tags: Bank, Transaction, Valsad, Women Empowerment

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन