Home /News /valsad /Valsad News: ભિલાડ ચેકપોસ્ટ નજીક 2.96 કરોડના દારૂનો નાશ, રસ્તા પર દારૂની નદીઓ વહી!

Valsad News: ભિલાડ ચેકપોસ્ટ નજીક 2.96 કરોડના દારૂનો નાશ, રસ્તા પર દારૂની નદીઓ વહી!

ફાઇલ તસવીર

Valsad News: વલસાડ જિલ્લા પોલીસે એક વર્ષમાં પકડાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કર્યો છે. પોલીસની અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વલસાડના ભીલાડ ચેકપોસ્ટ નજીક કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાંખવામાં આવ્યું છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લા પોલીસે એક વર્ષમાં પકડાયેલા કરોડો રૂપિયાના દારૂનો નાશ કર્યો છે. પોલીસની અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વલસાડના ભીલાડ ચેકપોસ્ટ નજીક કરોડો રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી નાંખવામાં આવ્યું છે. જેને કારણે સ્થળ પર દારૂની જાણે નદી વહી હતી તેવું દૃશ્ય સર્જાયુ હતુ. આમ, વલસાડ જિલ્લાના વલસાડ સીટી, વલસાડ રૂરલ અને ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2022માં ઝડપાયેલા વિદેશી દારૂની રૂપિયા 2.96 કરોડની કિંમતની 1.98 લાખથી વધુ બોટલો પર બુલડોઝર ફેરવી નાંખવામાં આવ્યું.

    આસપાસના રાજ્યોમાંથી ગેરકાયદેસર હેરાફેરી થાય છે


    આ સાથે જ છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી એક વર્ષ દરમિયાન ઝડપાયેલા 10 કરોડથી વધુ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લો સંઘપ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલો છે. આ ત્રણેય પ્રદેશોમાં દારૂની છૂટ છે. જેને લઈને દારૂની છૂટ ધરાવતા આ પ્રદેશોમાંથી ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ 50 હજાર વર્ષ બાદ આજે લીલો ધૂમકેતુ જોઈ શકાશે, જાણો ક્યાં અને ક્યારે દેખાશે...


    10 કરોડના દારૂનો નાશ


    વલસાડ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે દર વર્ષે જિલ્લામાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે અને ત્યારબાદ વિધિવત્ રીતે સરકારી ધારાધોરણ મુજબ ઝડપાયેલા દારૂનો નાશ પણ કરવામાં આવે છે. આમ વલસાડ જિલ્લામાં એક અઠવાડિયામાં 10 કરોડથી વધુના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. એક વર્ષમાં ઝડપાયેલા દસ કરોડથી વધુના દારૂ પર બુલડોઝર ફરી વળતા દારૂની નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Valsad Crime news, Valsad news, Valsad police