Home /News /valsad /Liquor Smuggling in Gujarat: ગુજરાતમાં રોડ માર્ગે નહીં પરંતુ દરિયાઈ માર્ગે થાય છે વિદેશી દારૂની હેરાફેરી

Liquor Smuggling in Gujarat: ગુજરાતમાં રોડ માર્ગે નહીં પરંતુ દરિયાઈ માર્ગે થાય છે વિદેશી દારૂની હેરાફેરી

દરિયામાં બોટ બંધ થઈ જતા બુટલેગરો આ વિદેશી દારૂનો જથ્થો બીજી એક બોટમાં ભરી રહ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન 3.36 લાખની કિંમતના વિદેશી દારૂ, 12 લાખની કિંમતની 2 બોટ મળી અંદાજે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે. તો દમણથી દારુ ભરાવનાર દમણના ત્રણ બુટલેગરોને પણ વોન્ટેડ જાહેર કર્યા છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લાની પારડી પોલીસે (Paradi Police) દરિયાઈ માર્ગે વિદેશી દારૂની હેરાફેરી (Liquor smuggling by sea)નું એક મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પારડી પોલીસે અંદાજે 3.36 લાખની  કિંમતના વિદેશી દારૂ અને બે બોટ મળી અંદાજે  15 લાખના મુદ્દામાલ સાથે 6 બુટલેગરોની પણ ધરપકડ કરી છે. જેઓ રોડ માર્ગે નહીં પરંતુ દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી કરી રહ્યા હતા.

    બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી સંપ્રદેશ દમણમાંથી દારૂની હેરાફેરી પર રોક લગાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી વધુ કડક કરવામાં આવી છે. સાથે જ ચેકપોસ્ટોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. રોડ માર્ગે પોલીસની ચાંપતી નજર હોવા છતાં દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો એનકેન પ્રકારે અવનવી તરકીબો અજમાવી અને દમણમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં હેરાફેરીનો પ્રયાસો કરતા હોય છે.



    રોડ માર્ગે પોલીસનો પહેરો વધુ સખત થયો હોવાથી અનેક વખત લાખો રૂપિયાનો દારૂ પકડાઈ જાય છે. આથી હવે બુટલેગરો પોલીસની નજરથી બચવા રોડ માર્ગે નહીં પરંતુ દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે. પારડી પોલીસને બાતમી મળતા જ પારડી પોલીસે ઉદવાડાના દરિયા કિનારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન એક બોટમાંથી બીજી બોટમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી. આથી પોલીસે તાત્કાલિક ત્રાટકી બોટમાંથી 3.36 લાખની કિંમતના વિદેશી દારૂનો જથ્થો અને 2 બોટ ઝડપી પાડી હતી.

    આ પણ વાંચો- બોટાદમાં 36 લોકોના મોત બાદ પણ તાપી નદીના કિનારે ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ

    આ કાર્યવાહી દરમિયાન 3.36 લાખની કિંમતના વિદેશી દારૂ, 12 લાખની કિંમતની 2 બોટ મળી અંદાજે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે. તો દમણથી દારુ ભરાવનાર દમણના ત્રણ બુટલેગરોને પણ વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યુ  છે કે રોડ માર્ગે પોલીસનો પહેરો વધતા બુટલેગરો હવે દમણના દરિયા કિનારેથી વિદેશી દારૂનો આ  જથ્થો બોટમાં ભરી અને વલસાડ જિલ્લાના દાંતીના દરિયા કિનારા સુધી લઈ જઈ રહ્યા હતા.

    આ પણ વાંચો- કેમિકલ પદાર્થ પીવાને કારણે જ 28 લોકોના મોત થયા છે

    જોકે અધવચ્ચે જ દરિયામાં બોટ બંધ થઈ જતા બુટલેગરો આ વિદેશી દારૂનો જથ્થો બીજી એક બોટમાં ભરી રહ્યા હતા. એ વખતે જ પોલીસ ત્રાટકી હતી અને દરિયાઈ માર્ગે વિદેશી દારૂના હેરાફેરીનું મસમોટું રેકેટ ઝડપાયું છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Gujarati news, Valsad, બોટાદ, લઠ્ઠાકાંડ