valsad latest crime news: પોલીસ ચેકીંગ (Police checking) દરમિયાન અત્યાર સુધી સંઘ પ્રદેશમાથી (Union Territory) ગેરકાયદેસર દારૂ લઈ આવતા 200થી વધુ વાહનો પકડી પાડવામાં આવ્યા છે.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ વલસાડ જિલ્લામાં (Valsad jilla) કાલે જિલ્લાની ગ્રામપંચાયની ચૂંટણી (Gram panchayat election) માટે મતદાન યોજાઈ રહ્યું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થાય તે માટે ઠેરઠેર ચુસ્ત પોલીસ સુરક્ષા (Police security) બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આજના દિવસે ચૂંટણીને લઇ જિલ્લામાં થતી દારૂની (liquor) રેલમછેલને રોકવા પોલીસ બાજ નજર રાખી રહી છે. અને દારૂની છૂટ ધરાવતા સંઘ પ્રદેશ (Union Territory) અને મહારાષ્ટ્ર બોર્ડર (Maharashtra Border) ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે .
મહત્વપૂર્ણ છે કે રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને (liquor caught in valsad) દારૂની છૂટ ધરાવતા મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દમણ અને સેલવાસની બોર્ડર લાગેલી છે. આથી જિલ્લામાં મતદારોને (Voters) રિઝવવા દારૂનું પ્રલોભન પણ આપવામાં આવતું હોવાનું મનાઇ રહ્યું છે.
આથી વલસાડ જિલ્લા પોલીસ દ્રારા જિલ્લાની આંતરાજ્ય બોર્ડર અને નાકાઓ પર 24 ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. અને આ હંગામી અનેં કાયમી ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ચેકપોસ્ટો પર 24 જગ્યાએ મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાંથી આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહયા છે.
પોલીસ ચેકીંગ દરમિયાન અત્યાર સુધી સંઘ પ્રદેશમાથી ગેરકાયદેસર દારૂ લઈ આવતા 200થી વધુ વાહનો પકડી પાડવામાં આવ્યા છે. કામગીરી વધુ કડક અને પારદર્શી કરવા માટે સંઘ પ્રદેશની બોર્ડર પર લગાવવામાં આવેલા નેત્રમ કેમેરાથી બોર્ડર પર ચાલી રહેલી પોલીસ તપાસ પર જિલ્લા કંટ્રોલ રૂમમાંથી બાજ નજર રાખવામાં આવી રહી છે.
આ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાયએ માટે જિલ્લા પોલીસ દ્રારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે દાહોદમાં પણ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. નકલી દારૂ બનાવટી ફેકટરીની બાતમી દાહોદ એસઓજીને (Dahod SOG) મળતા એસઓજીની ટીમે દાહોદના છાપરી વિસ્તાર સાઈ પેવર પ્રોડક્ટ નામની પેવાર બ્લોક બનાવતી ફેકટરીની (Pewar block making factory) આડમાં નકલી દારૂ મળી આવ્યો હતો.
રોયલ સ્ટેજ બ્રાન્ડની 2500 બોટલ તેમજ 90 ખાલી બોટલો, સ્ટિકરો, તેમજ દારૂ બનાવવા માટેનું લિક્વિડ 130 લિટર મળી કુલ પાંચ લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ચાર ઇસમો ફરિયાદ દાખલ કરી જે પૈકી ના ત્રણ ની પોલીસે ધરપકડ કરી છે.