Home /News /valsad /Gujarat News: દમણથી સોમનાથ સુધીની હેલિકોપ્ટર સેવાની શરૂઆત, મુંબઈ સુધી પણ રૂટ લંબાવ્યો
Gujarat News: દમણથી સોમનાથ સુધીની હેલિકોપ્ટર સેવાની શરૂઆત, મુંબઈ સુધી પણ રૂટ લંબાવ્યો
દમણથી સોમનાથ સુધીની હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી.
Gujarat News: કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક નવી સેવાનો પ્રારંભ થયો છે. હવે દમણથી સીધા જ દીવ અને સોમનાથ હેલિકોપ્ટર દ્વારા જઈ શકાશે. આ સાથે જ દમણથી મુંબઈની હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરવામાં આવી છે.
ભરતસિંહ વાઢેર, દમણઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક નવી સેવાનો પ્રારંભ થયો છે. હવે દમણથી સીધા જ દીવ અને સોમનાથ હેલિકોપ્ટર દ્વારા જઈ શકાશે. આ સાથે જ દમણથી મુંબઈની હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે, અત્યાર સુધી માત્ર દમણથી દીવ સુધીની જ હેલિકોપ્ટર સેવા ચાલતી હતી, હવે તેનો રૂટ લંબાવવામાં આવ્યો છે.
નવી સેવાનો શુભારંભ કરવામાં આવ્યો
દમણથી દીવ-સોમનાથ સુધી પવનહંસ હેલિકોપ્ટર સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. તેને લઈને પર્યટકોમાં પણ ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, દમણથી દીવ રોડમાર્ગે જવું હોય તો અંદાજે 15 કલાક જેટલો સમય લાગતો હોય છે. ત્યારે હેલિકોપ્ટર સેવાથી માત્ર એક કલાક જેટલો જ સમય લાગે છે. તેથી લોકો સમય બચાવવા માટે હવાઈમાર્ગનો ઉપયોગ કરતા હોય છે.
આ સેવાના આરંભ સાથે મહારાષ્ટ્રના પર્યટકો હેલિકોપ્ટર દ્વારા દમણથી સોમનાથ પહોંચ્યા હતા. વધુમાં દમણમાં મોટાપાયે ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે અને દમણના ઉદ્યોગપતિઓનો મુંબઈ સાથે અવારનવાર વ્યવહાર રહેતો હોય છે. તેથી દમણના ઉદ્યોગપતિઓ અને પર્યટકો માટે પણ દમણથી મુંબઈ સુધીની હેલિકોપ્ટર સેવાની શરૂઆત કરવામાં આવી છે. આમ, દમણથી દીવ અને સોમનાથ સુધીની સીધી હેલિકોપ્ટર સેવા સાથે દમણથી મુંબઈ સુધીની હેલિકોપ્ટર સેવાને કારણે પર્યટન ઉધોગની સાથે સાથે દમણના ઉદ્યોગોને પણ અનેક રીતે ફાયદારૂપ સાબિત થશે.