Union
Budget 2023

Highlights

Home /News /valsad /Valdsad News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, વલસાડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો

Valdsad News: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા, વલસાડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો

ઝડપાયેલા આરોપીઓની તસવીર

વલસાડ LCBએ ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. તેમાં મહારાષ્ટ્ર પોલીસ પણ સંડોવાયેલી હોવાનો ખુલાસો થયો છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ રાજ્યમાં સરકાર દારૂબંધીના દાવા કરી રહી છે. પરંતુ અવારનવાર મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો છે. ત્યારે વલસાડ LCBએ ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ આ વખતે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, મહારાષ્ટ્રથી મોટી માત્રામાં દારૂ સાથે ઝડપાયેલા બે આરોપીઓએ આ દારૂની હેરાફેરીમાં મહારાષ્ટ્રનો એક PSI સંકળાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા બંને આરોપીઓએ દાવો કર્યો છે કે, આ દારૂ તેમને મહારાષ્ટ્રના તલસારીના પીએસઆઇના ઈશારે ભરી આપવામાં આવ્યો છે.

    ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે. જો કે, તેમ છતાં હજુ પણ રાજ્યમાં પોલીસના હાથે રોજના લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. પોલીસનું કડક પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા વલસાડની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

    બાતમીને આધારે પોલીસે કાર્યવાહી કરી


    વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે ટીમ ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી  બાતમીવાળી એક સફેદ કલરની કાર હાઇવે પરથી પસાર થતાં કારને રોકી વધુ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની અનેક બોટલો મળી આવી હતી. આ કારચાલકને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા  Xuv કાર નંબર જીજે.06. kd.8208ની કારમાંથી 36 બોક્ષમાંથી 552 બોટલ બિયર અને દારૂનો જથ્થો મળી આવ્યો. આથી પોલીસે કારચાલક આરોપી નલિન રણછોડ વરિયા અને  નીરવ દેસાઈની દારૂની હેરાફેરીના ગુનામાં ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા બંને આરોપી વડોદરાના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.

    આ પણ વાંચોઃ સુરતમાં બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો, જુઓ CCTV

    લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો


    વલસાડ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિદેશી દારૂ અને કાર સહિતનો કુલ 7.87 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી ચાલક નલીન રણછોડ વરીયા અને આરોપી ક્લિનર નિરવ ઉર્ફે પિંટુ મધુસુદન દેસાઇની ધરપકડ કરી છે. તેઓ વડોદરાના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેમને તલાસરી પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ધાંગડેએ તેના માણસોથી ભરાવી આપ્યો હતો અને પકડાયેલા બંને આરોપીઓ આ દારૂનો જથ્થો વડોદરા લઈ જતા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, તલાસરી પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ ધાંગડે વોટ્સએપ દ્વારા દારૂનો ઓર્ડર લેતો હતો અને ઓર્ડર મુજબ પોતાના માણસોથી દારૂનો જથ્થો ભરાવી આપતો હતો.


    પોલીસે સ્ક્રિનશોટને આધારે કાર્યવાહી હાથ ધરી


    દારૂ સાથે પકડાયેલા આરોપી ચાલક નિરવે પોલીસને જણાવ્યું છે કે, તેના ઓળખીતા તલાસરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ધાંગડે સાહેબનો મોબાઇલ નંબર તેણે ફોનમાં ‘Friend Sir’ના નામથી સેવ કરેલો છે અને તેના આ નંબરના વોટ્સએપમાં તે દારૂના ઓર્ડર મોકલાવે છે. તે ઓર્ડર મુજબ દારૂનો જથ્થો તેને પૂરો પાડે છે. વોટ્સએપમાં ઓર્ડર મોકલાવી તલાસરી બ્રિજ પાસે આવતા ધાંગડે સાહેબને ફોન કરતા તેણે કોઈ ઓળખીતા માણસને મોકલાવી ઓર્ડર મુજબ તે કારમાં દારૂ ભરી આપી ગયો હતો. વલસાડ પોલીસે આરોપી ચાલકના ફોનમાંથી દારૂનો જથ્થો લેવા માટે પીએસઆઇને આપેલો ઓર્ડર તથા હિસાબના ફોટો તથા ચેટના સ્ક્રીનશોટ લઇ તેની પ્રિન્ટ કાઢી 14 સ્ક્રીનશોટને આધારે તાપસ શરુ કરી છે.

    આ પણ વાંચોઃ ખેતરો પર લટકતા વીજતાર, અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ?

    મહારાષ્ટ્ર પોલીસ સંડોવાયેલી હોવાનો ખુલાસો


    વિદેશી દારૂની હેરાફેરી અને ધંધામાં મોટી કમાણીને કારણે રીઢા બુટલેગરોની સાથે સાથે કેટલાક પોલીસકર્મીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ રહ્યા છે. અગાઉ પણ વલસાડ જિલ્લા પોલીસના હાથે અનેક પોલીસકર્મીઓ સહિત અન્ય સરકારી કર્મચારીઓ પણ દારૂની હેરાફેરી કરતા ઝડપાઇ ચૂક્યાં છે. હાલ પોલીસે ઝડપેલા દારૂની હેરાફેરીમાં મહારાષ્ટ્ર પોલીસ પણ સંડોવાયેલી હોવાનો ખુલાસો થયો છે. હાલે વલસાડ પોલીસે મહારાષ્ટ્રના પીએસઆઇ ધાંગડે અને કારમાં દારૂ ભરાવી આપનાર તેનો માણસ અને વડોદરાથી દારૂ મંગાવનાર અર્જુન નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે અને તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: English liquor, Valsad Crime news, Valsad news, Valsad police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन