Home /News /valsad /Valsad: અહીં બને છે નેચરલ કપડાં, જાણો કલરમાં શું વપરાય, ફાયદા અને ભાવ

Valsad: અહીં બને છે નેચરલ કપડાં, જાણો કલરમાં શું વપરાય, ફાયદા અને ભાવ

X
નેચરલ

નેચરલ કાપડ શરીર ની સાથે પર્યાવરણ ને પણ ફાયદાકારક છે

વલસાડના વૈશાલીબેન પટેલ નેચરલ કુર્તી બનાવી રહ્યા છે. આ કપડાં ઠંડી અને ગરમીમાં રક્ષણ આપે છે. કાપડમાં નેચરલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પીળા કલર માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.એક મીટર કાપડના 250 થી લઈને 750 રૂપિયા ભાવ છે.

Akshay kadam,valsad: વર્તમાન સમયમાં લોકો કપડાં પાછળ ઘેલા થયા છે અને અવનવી ફેશનના કપડાં પહેરતા હોઈ છે. વલસાડ જિલ્લામાં નેચરલ કુર્તીની ઘણી બોલબાલા છે.

વૈશાલીબેન પટેલ વર્ષ 2010માં અમદાવાદ માં રહેતા હતા. અહીં પડતી વધુ ગરમીને કારણે તેમને સ્કિન એલજી થઇ હતી અને ડોક્ટરે તેમને સ્ક્રીન ફ્રેન્ડલી કપડાં પહેરવા માટે કહ્યું હતું.બાદ તેમને નેચરલ એથિકલ ફેશનના કપડા પહેરવાનું શરુ કર્યું હતું.

ઘણું આરામ દાયક લાગ્યું હતું,જેથી તેમને નેચરલ કાપડનો અભ્યાસ કર્યો, જેમ કે કાપડ ક્યાં મળે છે? કેટલા ભાવ છે ?અને કાપડ કેવી રીતે બને છે ? અને ધીમે ધીમે તેનું કાપડ મંગાવી તેમાંથી કુર્તી બનાવી અને અમદાવાદથી ઓનલાઇન વેશ.ઈન વેબસાઈટ ઉપર વેચવાનું શરુ કર્યું હતું. બાદ વર્ષ 2010માં તેઓ વલસાડ આવી અહીં આઉટલેટ ચાલુ કર્યો અને કસ્ટમરને પસંદ આવે તેવી ડિઝાઇન ઉપર અવનવી કુર્તી બનાવી આપે છે.કપડાંના ઉપર થતી ડિઝાઇનમાં વેજીટેબલ ડાઇનો ઉપયોગ

નેચરલ કાપડ એ કોટન અને સિલ્કનું હોઈ છે,જેના ઉપર વેજીટેબલ ડાઇ દ્વારા છાપકામ(હેન્ડ બ્લોક) કરવામાં આવે છે.કામ મુખ્યત્વે કચ્છ અને રાજસ્થાનમાં થતું હોઈ છે.પીળો કલર કરવો કોઈ તો તેમાં હળદરનો ઉપયોગ થાય છે.લીલો કલર કરવો હોઈ તો અરીઠાનો ઉપયોગ કરાઈ છે.જેથી કરીને ચામડીના રોગો થતા અટકે છે.છાપ કામના પ્રકાર અને જૂની સંસ્કૃતિ અને પર્યાવરને બચાવે એવું કાપડ

નેચરલ કુર્તીમાં છાપ કામના ઘણા પ્રકાર છે, જેમ કે અજરખ, ગામઠી, બગરું, બાધ, ધાબુ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં નેચરલ ડાઇનો ઉપયોગ કરવામાં આવે છે તથા હેન્ડ બ્લોગની સંસ્કૃતિ,હડપ્પા મોહેંજો દડોના સમયની સંસ્કૃતિ છે અને ત્યારથી જ આ કળા પ્રખ્યાત છે.તેમજ આ કાપડ શરીરને નુકસાન નથી જ કરતું. પરંતુ પર્યાવરણને પણ નુકસાન નથી કરતું. જયારે પણ આ કાપડને વાપર્યા બાદ જમીનમા કમ્પોઝ કરવામાં આવે છે અને સહેલાય થી જમીન માં ઓગળી જતું હોઈ છે.N R I લોકોમાં ભારે ક્રેઝ

હાથવણાટના કાપડ માત્ર સામાન્ય ઘરના લોકો પહેરતા હતા.આજે મોટા ઘરના અને એલિટ ક્લાસના લોકો તથા N I R લોકો વધારે ચાહક છે,જેનું મુખ્ય કારણ એ છે કે,નેચરલ કાપડમાં ઠંડીની ઋતુમાં ઓછી ઠંડી લાગે છે અને ગરમી ની ઋતુમાં ઓછી ગરમી લાગે છે.N R I લોકોને ખુબ ગમે છે. જેથી કરીને વલસાડ તથા વલસાડના આજુ બાજુ વિસ્તારમાં રહેતા N R I લોકો જયારે પણ વલસાડ આવે છે ત્યારે તેઓ નેચરલ કપડાંની કુર્તી અહીંથી ખાસ લઇ જાય છે.નેચરલ કાપડ મુખયત્વે અમદાવાદ,કચ્છ,રાજસ્થાન અને મુંબઈમાં મળે

નેચરલ કાપડની કુર્તી બનાવતા વૈશાલીબેને વધુમાં જણાવ્યું હતું કે,નેચરલ કાપડ મુખયત્વે અમદાવાદ,કચ્છ,રાજસ્થાન અને મુંબઈમાં મળે છે અને ફેબ ઇન્ડિયા નામના સ્ટોરમાં મળતા હોઈ છે. જ્યાં તૈયાર કપડા મળે છે અને કાપડના ઓપ્શન મળતા નથી. તેમના વેશ સ્ટોરમાં કસ્ટમરને કાપડના ઓપ્શન પણ મળે છે અને તેમને ગમતી ડિઝાઇનમાં કુર્તી અને ડ્રેસીસ તૈયાર કરી આપવામાં આવે છે. ખાસ કરીને આજના યુવાનોને નેચરલ કાપડ આકર્ષક નથી લાગતા, ત્યારે ખાસ યંગસ્ટર માટે ઇનોવેટિવ ડિઝાઈનો બનાવે છે.કાપડના ભાવ

વૈશાલીબેને વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષમાં 1000થી 1200 જેટલા નંગ વેચે છે અને ભાવની વાત કરીયે તો ગ્રાહકના સિલેકશન ઉપર તથા તેમની ડિઝાઇન ઉપર હોઈ છે.સામાન્ય રીતે કાપ ના ભાવ 1 મીટર ના 250 રૂપિયા થી લઇને 750 રૂપિયા મીટર સુધીના છે.
First published:

Tags: Clothes, Local 18, Valsad