Home /News /valsad /

Kaprada Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી કપરાડા બેઠક, આદિવાસી સમાજ જીતનો એક્કો

Kaprada Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી કપરાડા બેઠક, આદિવાસી સમાજ જીતનો એક્કો

કપરાડા વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ

  કપરાડા વિધાનસભા ચૂંટણી પરિણામ (Kaprada Assembly Election Results) : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પડઘમ પડી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો જીતવા માટે રણનીતિ ઘડી રહ્યા છે. અહીં એક એવી બેઠકની વાત છે કે જ્યાં એક સમાજનું પ્રભુત્વ વધુ છે. વાત છે કપરાડા બેઠકની. કપરાડા વિધાનસભા બેઠક વિસ્તારમાં આદિવાસી સમાજનો દબદબો છે. ચૂંટણી પરિણામ પર નજર નાંખીએ તો શરૂઆતની બે ચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી હતી. પરંતુ પેટા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી કોંગ્રેસની ઉંઘ ઉડાડી છે.

  ગુજરાત વિધાનસભા નજીક આવતા રાજકીય પક્ષો  પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ગુજરાતની જેમ દક્ષિણ ગુજરાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.દક્ષિણ ગુજરાતમાં આવેલી આદિવાસી બેઠકો હંમેશા ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની છે. આમાંની કેટલીક બેઠકો પર કોંગ્રેસનું રાજ યથાવત છે અને તે ઘણા પ્રયત્નો છતાં ભાજપ ને મળી રહી નથી, આ બેઠકો પાર વિજયની કમાન માત્ર ત્યાંની આદિવાસી પ્રજાના હાથમાં છે.

  આદિવાસી સમાજને રીઝવવાના દરેક પક્ષ તરફથી પ્રયાસ થઇ રહ્યા છે. આ મત વિસ્તાર વિકાસ કે ભાજપની લીડરશીપના નામ પર જીતી શકાય એમ નથી. અહીં માત્ર સ્થાનિક ઉમેદવાર જ જીત અપાવી શકે એમ હોવાનું જણાય છે. જેને પગલે ક્યાં ઉમેદવાર ઉપર જીતની જવાબદારી સોંપવી એ દરેક પક્ષ માટે કશ્મકશ જેવું છે. વલસાડ જિલ્લાની કપરાડાની બેઠકમાં પણ આવું જ થાય છે. આ બેઠક 2020ની પેટાચૂંટણી દરમિયાન ખુબ ચર્ચામાં હતી.

  કપરાડા મતવિસ્તાર

  કપરાડા એ જે વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલો સૌથી છેવાડાનો તાલુકો છે. તે પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. તે મુખ્યત્વે આદિવાસી જિલ્લો છે. મુખ્ય જાતિઓ કુકણા અને વારલી છે. કપરાડાને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે, જ્યાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. તે સંપૂર્ણ જંગલ વિસ્તાર છે.

  કપરાડામાં 'દક્ષિણ ગુજરાત આદિવાસી આશ્રમશાળા' દ્વારા સંચાલિત 60 વર્ષ જૂની આશ્રમશાળા છે, જેની સ્થાપના ઉર્મિલાબેન પી ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. ઉર્મિલાબેન સામાજિક કાર્યકર, કટ્ટર ગાંધીવાદી અનુયાયી હતા અને વિવિધ સરકારી વિભાગોમાં ગુજરાત સરકારના પ્રથમ મહિલા મંત્રી તરીકે સેવા આપી હતી.

  કપરાડા બેઠક હેઠળનો વિસ્તાર

  કપરાડા ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીની 181માં ક્રમની બેઠક છે. તે વલસાડ જિલ્લાનો ભાગ છે અને અનુસૂચિત જનજાતિના (ST) ઉમેદવારો માટે અનામત છે. તે 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી.

  કપરાડા બેઠકમાં કપરાડા તાલુકો અને પારડી તાલુકાના(ભાગ) ગામો સોનવાડા,વરાઇ, નિમળા, પંચલાઇ, લખમપોર, નેવરી, રાબડી, આસ્મા, તરમાલીયા, રોહિના, સામરપાડા, ધગડમાલ, દહેલી, ચીવલ, અરનાલા, પાટી, ગોઈમા, બરાઈ, ડુમાલાવ, અંબાચ, ખેલૈયા , પાંડોર, રાતા, કોચરવા, વાંકછ, કોપરલી, કાવલ, કારાયા, નાની તુંબડી, દેગામ, મોતી તુંબડી, લવાછા, કરમખાલ, ચીભડ કચ્છ ગામો તેમજ વાપીના કેટલાક ગામ આવરી લેવામાં આવ્યા છે.

  મતદારોની સંખ્યા

  આ બેઠક પર મોટાભાગના મતદાર આદિવાસી સમુદાયના છે. કપરાડામાં કુલ મતદાર સંખ્યા 260595 છે, જેમાં પુરુષ મતદાર 132739 અને સ્ત્રી મતદાર 127854 છે.

  કપરાડા બેઠક પર કોનું છે પ્રભુત્વ?

  નવા સીમાનાંકન બાદ અસ્તિત્વમાં આવેલી કપરાડા બેઠક ઉપર 2012 અને 2017 બંને ચૂંટણીઓમાં કોંગ્રેસના જીતુભાઈ હરજીભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા. 2012માં તેમણે ભાજપના પ્રકાશભાઈ શંકરભાઈ પટેલને 18685 મતથી હરાવ્યા હતા.

  જયારે 2017માં ભાજપના રાઉત મધુભાઈ બાપુભાઈ સામે માત્ર 170 મતથી જીત્યા હતા. કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2020ની પેટા ચૂંટણીમાં તેઓ ભાજપ તરફથી લડ્યા હતા.

  કોંગ્રેસમાં હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. જીતુ ચૌધરીને ગદ્દાર તરીકે ગણાવી કપરાડાની જનતાને જીતુ ચૌધરીને હરાવી જવાબ આપવા હાકલ કરી હતી. તેમ છતાં 2020ની પેટા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના બાબુભાઈ જીવલભાઈ પટેલને 47600 મતથી હરાવવામાં સફળ રહ્યા હતા.

  કોંગ્રેસે ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારના ધારાસભ્યને ખરીદી જંગલ અને જંગલની જમીન ઉધોગો માટે વેચી દેવાના આરોપ લગાવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પણ આદિવાસીઓની જમીન હડપી અને આદિવાસીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો કોંગ્રેસ સતત લગાવતી આવી છે. કપરાડાની જનતાને કોંગ્રેસ આદિવાસી કલ્યાણ માટે પ્રયત્નશીલ સરકાર હોવાનો દાવો કરતી આવી હતી. 2017 સુધી તેમની આ રણનીતિ કામ પણ લાગી હતી.

  આદિવાસી મત નિર્ણાયક

  જોકે હકીકત એવી છે કે, કપરાડામાં કોઈ પક્ષ કે નીતિ નહિ પરંતુ એક જ સમુદાયનું આધિપત્ય છે. ડુંગર અને જંગલોથી ભરેલો કપરાડા મત વિસ્તાર સંપૂર્ણ આદિવાસી બહુમતી ધરાવતી અનુસુચિત જન જાતિની બેઠક છે. અહીં આદિવાસી મતદારોએ હંમેશા કુકણા સમાજના જીતુ ચૌધરીને જ ભરપુર મત આપીને જીતડ્યા છે.

  આ વિધાનસભા બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો તાલુકામાં આદિવાસી સમાજની મુખ્ય ત્રણ પેટા જ્ઞાતિઓનું પ્રભુત્વ છે. જેમાં સૌથી વધુ વારલી 85 થી 90 હજાર, ત્યારબાદ ધોડિયા પટેલ 60 થી 65 હજાર અને ત્રીજી જ્ઞાતિ તરીકે કુંકણા 50 થી 55 હજારનો સમાવેશ થાય છે. જ્યારે કોળી પટેલના 10 થી 15 હજાર મતદાર છે.

  બધા જ આદિવાસી મતદારોએ હંમેશા કુકણા સમાજના જીતુ ચૌધરીને મત આપ્યા છે. જેનું કારણ જીતુ ચૌધરીએ કપરાડાના છેવાડાના ગામડા સુધી લોકો માટે કામ કર્યાનું સ્થાનિકો જણાવે છે. તેઓએ હંમેશા લોકો સાથે સંવાદ સાધી રાખ્યો છે અને ગરીબોની સાથે ઉભા રહ્યા છે. જેના કારણે છેલ્લી 3 ટર્મથી જીતુ ચૌધરી સિવાય કોઈ કપરાડા બેઠક પર રાજ કરી શક્યું નથી.

  સમસ્યા ઉકેલવા ભાજપમાં જોડાયો: જીતુભાઇ

  જીતુભાઇ ચૌધરી કોંગ્રેસના અગ્રણી અને સશક્ત નેતાઓમાંના એક હતા અને તેઓ સાંસદ કિશાન પટેલના માનીતા પણ હતા. છતાં તેમને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતાં જીતુભાઇ એ જણાવ્યું હતું કે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ભાજપમાં જોડાયો છું.

  અમારા વિસ્તારમાં કામો કરાવવા માટે ભાજપમાં જોડાયો છું. તેમનું કહેવું હતું કે કપરાડા વિધાનસભા ગ્રામીણ વિસ્તાર છે અને અહીં વિકાસ કાર્યો થાય એ તેમના માટે પ્રાથમિકતા છે. તેમેને ઉમેર્યું કે, 1995થી વિરોધ પક્ષમાં છું અને લોકોની સમસ્યા હલ કરવા માટે ભાજપમાં સામેલ થયો છું.

  કોંગ્રેસ સામે મોટા પડકાર?

  કોંગ્રેસ સામે હવે મોટો પડકાર એ છે કે જીતુ ચૌધરીની સામે તગડી લડત આપી શકે એવા સ્થાનિક ઉમેદવાર શોધવા. ઉમેદવાર કપરાડાની આદિવાસી સમાજના મત વિપુલ પ્રમાણમાં મેળવી શકે તેવો હોવો જોઈએ. અવનારી ચૂંટણીઓમાં હવે જીતુ ચૌધરી તેમની વોટબેન્ક સાચવી શકે છે કે કેમ તે જોવું મહત્વનું છે.

  ભારતીય ટ્રાઇબલ ગણિત બગાડશે?

  કપરાડા વિસ્તારમાં સ્થાનિક પ્રશ્નો મુદ્દે લોકોમાં અનેક ફરિયાદ છે. રસ્તા,પાણી,દવાખાના જેવી પાયાની સવલતો અંગે સ્થાનિક આદિવાસીઓમાં અસંતોષ જોવા મળે છે. ભારતીય ટ્રાઇબલ પક્ષ પણ આ વિસ્તારમાં બને પક્ષોનું ગણિત બગાડવાની તાકાત ધરાવે છે. બીટીપીને નેતા મહેશ વસાવા કહે છે કે ભાજપ અને કૉંગ્રેસ પક્ષોએ આદિવાસી વિસ્તારોમાં યોગ્ય વિકાસ કર્યો નથી. આજે પણ આદિવાસી ક્ષેત્રોમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. બીટીપી આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, રોજગારી અને પિયતની સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતો પુરી પાડવાના હેતુથી ચૂંટણી લડશે.

  કપરાડા બેઠક ચૂંટણી પરિણામ  વર્ષવિજેતા ઉમેદવારનું નામપક્ષ
  2020 (પેટાચૂંટણી )જીતુભાઇ હરજીભાઇ ચૌધરીભાજપ
  2017જીતુભાઇ હરજીભાઇ ચૌધરીકોંગ્રેસ
  2012જીતુભાઇ હરજીભાઇ ચૌધરીકોંગ્રેસ

  કોંગ્રેસ સામે મોટા પડકાર?

  કોંગ્રેસ સામે હવે મોટો પડકાર એ છે કે જીતુ ચૌધરીની સામે તગડી લડત આપી શકે એવા સ્થાનિક ઉમેદવાર શોધવા એ મોટો સવાલ સર્જાઇ શકે છે. અહીં એવા ઉમેદવારની પસંદગી કરવી પડે એમ છે કે જે કપરાડાનીાઆદિવાસી સમાજના મત વધુ મેળવી શકે. આવનારી ચૂંટણીમાં હવે જીતુ ચૌધરી તેમની વોટબેન્ક સાચવી શકે છે કે કેમ તે જોવું મહત્વનું છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: જાણો લેટેસ્ટ સમાચાર

  | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  |  તળાજા  |
  Published by:Hareshkumar Suthar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Kaprada

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन