Home /News /valsad /valsad: અહીં થાય છે બાળકોનો સર્વાંગી વિકાસ, આ છે અભ્યાસક્રમ

valsad: અહીં થાય છે બાળકોનો સર્વાંગી વિકાસ, આ છે અભ્યાસક્રમ

X
વોકેશનલ

વોકેશનલ ગ્રુપના બાળકો ને વ્યાવસિક તાલીમ આપવામાં આવે છે.

વલસાડમાં શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા માનસિક તથા બહુ દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળા ચલાવવામાં આવે છે.અહીં ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે ક્રિયાત્મક શિક્ષણનો અભ્યાસક્રમ બનાવ્યો છે.

Aksay kadam, valsad: વલસાડમાં જયના અનુપમ એન.પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર દ્વારા માનસિક તથા બહુ દિવ્યાંગતા ધરાવતા બાળકોની વિશિષ્ટ શાળા ચલાવવામાં આવે છે. વર્ષ 2007 માં સ્થાપના કરવામાં આવી હતી.

એક ફ્લેટમાં 89 બાળકો સાથે શાળાની શરૂઆત કરવામાં આવી હતી. બાદ વર્ષ 2011 માં નવા પરિસરમાં પાંગરેલી શાળા મનબુદ્ધિ, સેલિબ્રલ પાલસી, (મગજનો લકવો), ઓટિઝમ (સ્વલીન્તા), બહુવિધ દિવ્યાંગતા તથા ડાઉન સિન્ડ્રોમ પ્રકારના 65 જેટલા બાળકોને યોગ્ય તાલીમ માટે વિભાજિત કરી હતી.જેમાં કેર એન્ડ અર્લી ઇન્ટરવેશન, પ્રાઇમરી 1 અને 2, સેકન્ડરી ગ્રુપ, વોકેશનલ ગ્રુપ,સ્પીચ થેરાપી અને સેન્સરી ઇન્ટીગ્રેશન પ્રકારના વિભાગોમાં યોગ્યતા મુજબ તાલીમ આપવાનું કામ કરે છ.

શાળા અધતન ટેકનોલોજી અને સંશોધનોથી સજ્જ છે

અહીં સ્પે. બાળકો માટે ઝીણવટ ભર્યું ધ્યાન રખાઈ છે.અહીં ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે ક્રિયાત્મક શિક્ષણનો અભ્યાસક્રમ બનાવ્યો છે.જેમાં સામાન્ય પ્રાથમિક શાળા અને વિશિષ્ટ શાળાનું સંયોજન છે. વાલી મિટીંગ અને વાલીઓની તાલીમ પણ યોજવામાં આવે છ.

બાળકોને સર્વાંગી વિકાસ માટે વિવિધ યુક્તિ પ્રયોગો રમતગમત અને વિવિધ પ્રકારના તહેવાર તથા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુણવત્તા યોગ પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. ફિઝિયોથેરાપી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં નિ:શુલ્ક ભાવે તમામ બાળકોને કસરત કરાવવામાં આવે છે.

રૂપિયા 2,500 થી 5500 જેટલો સ્ટાઇપેન્ટ આપવામાં આવે

વોકેશનલ ગ્રુપના બાળકો ને વ્યાવસિક તાલીમ આપવામાં આવે છે. જેમાં ફાઈલ, પેપર ,બેગ સ્ક્રીન પ્રિન્ટિંગ ઓફ સેટ પ્રિન્ટિંગ, નોન વોવન, બેગ ગિફ્ટ, એનવલગ્સ,

કોડિયા, રાખડી,ડેકોરે આઈટમ બાળકો દ્વારા બનાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓ વેચી તમામ બાળકોને વર્ષમાં રૂપિયા 2,500 થી 5500 જેટલો સ્ટાઇપેન્ટ પણ આપવામાં આવતું હોય છે.

સરકાર દ્વારા 1000 રૂપિયા પેન્શન આપવામાં આવે

જલારામ મનોવિકાસ કેન્દ્ર માં આચાર્ય આશાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, મનબુદ્ધિ, સેલિબ્રલ પાલસી, (મગજ નો લકવો), ઓટિઝમ(સ્વલીન્તા), બહુવિધ દિવ્યાંગતા તથા ડાઉન સિન્ડ્રોમ પ્રકારના બાળકોને રાજ્ય સરકાર દ્વારા મંથલી 1000 રૂપિયા પેન્શન આપવામાંની યોજના બનાવી છે.જેમાં દરેક બાળકોના ખાતામાં મહિને 1000 રૂપિયા સીધા જમા થાય છે.યોજનાની કોઈને ખબર ન હતી. વલસાડ જિલ્લામાં સર્વે કરી માનસિક દિવ્યાંગ બાળકોને શોધી તેમના વાલીઓને અવગત કરી અને દરેક બાળકને રૂપિયા 1,000 અપાવ્યા છે.
First published:

Tags: Child, Gift, Local 18, Valsad

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો