Home /News /valsad /દમણમાં અજાણ્યા વ્યક્તિની હત્યા થઈ હોવાની આશંકા, મૃતકના મોઢાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા
દમણમાં અજાણ્યા વ્યક્તિની હત્યા થઈ હોવાની આશંકા, મૃતકના મોઢાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા
હત્યા થઈ હોવાની આશંકા
Daman Police: દમણમાં વાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.આથી અજાણ્યા વ્યક્તિની હત્યા નિપજાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી હતી. મૃતકના મોઢાના ભાગે ઈજાના અનેક નિશાન મળી આવ્યા હતો. જેથી બોથડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી.
ભરતસિંહ વાઢેર, દમણ: સંઘપ્રદેશ દમણના કચીગામની એક વાડીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના મોઢા પર ગંભીર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. આથી મૃતકની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. બનાવની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો એકઠા થઈ ગયા હતા. આ સાથે સાથે પોલીસને જાણ કરતા દમણ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.
પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી
પોલીસે ઘટના સ્થળે પહોચીને બનાવા અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત મુજબ દમણના કચી ગામ વિસ્તારમાં એક વાડી નજીક ગટરમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાનું સ્થાનિક લોકોને ધ્યાને આવતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આથી દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક રીતે જોતા મૃતકના મોઢા અને શરીરના અન્ય ભાગોએ ગંભીજાના નિશાન પણ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મોઢા પરના ઘા જોવા મળતા બોથળ પદાર્થ વડે મોઢાના ભાગે ઘા કરી અને મૃતકની હત્યા નિપજાવવા માં આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. પોલીસે મૃતકના મોતનું સાચું કારણ જાણવા અને હત્યારાઓને શોધવા તપાસ હાથ ધરી હતી. અત્યારે પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી બનાવના મૂળ સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
આમ, સંઘ પ્રદેશ દમણના કચી ગામ વિસ્તારમાં બનેલી ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે અત્યારે મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હત્યા થઈ છે કે, પછી કોઈ અન્ય રીતે તેનું મોત થયું છે તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.