મોરાઈમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો સાથેની ધ્વજાને ભંગારમાં ફેંકી દેવામાં આવી હતી
વાપી ના મોરાઈ માં રાષ્ટ્રઘ્વજ અને હિંદુ દેવી દેવતાઓ નું અપમાન રાષ્ટ્ર ધ્વજ અને ભગવાન રામ અને હનુમાનજી ના ચિત્રો વાલી ધ્વજાઓ માં ભંગાર બાધી કચરામાં ફેંકાયેલા જોતા લોકોમાં રોરાષ્ટ્રધ્વજ અને દેવી દેવતાઓ ના અપમાન થી રોષે ભરાયેલા લોકો એ ગોડાઉન સંચાલક પર વ્યક્ત કર્યો રોષઘટના ને કારણે મામલો ગરમાયોવાપી ટાઉન. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થા
ભરતસિંહ વાઢેર, વાપી: વલસાડ (Valsad) જિલ્લાના મોરાઇમાં રાષ્ટ્રધ્વજ (National flag) અને હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન થતા ચકચાર મચી ગઇ હતી. કચરાના ઢગલામાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રોવાળી ધ્વજાને ભંગારમાં ફેંકતા હિન્દુ સંગઠનો (Hindu organizations) અને લોકોમાં રોષ વ્યાપ્યો હતો. મામલો ગરમાતા પોલીસે આ મામલામાં લિયાકત શેખ નામના એક વ્યક્તિની અટકાયત કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ મોરાઈમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં રાષ્ટ્રધ્વજ અને હિન્દુ દેવી-દેવતાઓના ચિત્રો સાથેની ધ્વજાને ભંગારમાં ફેંકી દેવામાં આવી હતી. આથી હાઇવે પરથી પસાર થતા લોકોએ દ્રશ્ય જોતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બનાવની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
લિયાકત શેખ નામના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા આ ભંગારના ગોડાઉનમાં ભંગારમાં રાષ્ટ્રધ્વજના સામાનનું પોટલું ભરેલું હતું. સાથે જ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના ચિત્રો વાળા ધ્વજમાં પણ ભંગારનો સામાન ભરીને કચરામાં ફેંકી દેવામાં આવ્યો હતો. આથી લોકોએ ભંગારના ગોડાઉનના સંચાલક સામે રોષ વ્યક્ત કર્યો હતો. અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યા હતો.
જોકે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓમાં ભારે રોષ વ્યાપેલો હોવાથી પોલીસે લિયાકત શેખ નામના ભંગારના ગોડાઉનના સંચાલકની અટકાયત કરી હતી. બનાવની જાણ થતાં જ મોરાઇ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને મોરાઇ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ચાલતા આ ભંગારનાં ગોડાઉનના સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ સમક્ષ માંગ કરી હતી. વધુમાં મોરાઈ ગ્રામ પંચાયત દ્વારા ભંગારના ગોડાઉનમાં સંચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.