Home /News /valsad /

Valsad Crime: વલસાડમાં રસોઈ બનાવવામાં મોડું થતા પતિએ કરી પત્નીની હત્યા

Valsad Crime: વલસાડમાં રસોઈ બનાવવામાં મોડું થતા પતિએ કરી પત્નીની હત્યા

પત્નીને ફટકો માર્યા બાદ પણ પતિ ઘરમાં સુઈ રહ્યો હતો.

હત્યારા પતિની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પુછપરછ કરતાં પત્નીની મોતના કારણમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. માત્ર એક નજીવી બાબતમાં જ પતિએ તેની પત્નીની કરપીણ હત્યા કરી હતી.

  ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લા (Valsad District)ના ધરમપુર તાલુકાના પીપલપાડા ગામે એક પતિએ તેની જ પત્નીની કરપીણ હત્યા (Murder) કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પત્નીની હત્યા  (Husband Killed Wife)કર્યા બાદ હત્યારો પતિ ઘરમાં જઈ સૂઈ ગયો હતો. અને સવારે તેની  દીકરીને તેની માતાને માર માર્યો  હોવાનો ફોન કરી અને ઘરેથી નીકળી ગયો હતો. આ બનાવમાં એક નજીવા કારણ માટે જ એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. જે કારણ બહાર આવ્યુ  છે. તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પીપલપાડા ગામના મધ્યમાં રહેતા પાડવી પરિવારમાં આક્રંદનો માહોલ છે. કારણ કે આ પરિવારના મોભી એવા રામચંદ્ર પાડવીએ તેમની જ પત્નીની જમના બેન પાડવીની કરપીણ હત્યા કરી નાખી હતી. આ પતિ-પત્નીને લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનો થયા હતા. બે દીકરા અને એક દીકરી સાથે પરિવારમાં હસી ખુશીનો માહોલ હતો. પરંતુ બંને દીકરા રોજગાર ધંધા અર્થે ગામથી બહાર અન્ય  શહેરમાં રહેતા હતા. તો દીકરી પણ પરણ્યા બાદ સાસરે રહેતી હતી.

  આ દરમિયાન એકલા રહેતા પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી શરૂ થઈ હતી. પારિવારિક ઝગડા અનેક વખત ઉગ્ર પણ બનતો હોવાથી આસપાસના પડોશીઓ પણ પતિ-પત્નીને સમજાવટથી મામલો થાળે પડતા હતા. પરંતુ બે દિવસ અગાઉ જ રામચંદ્ર પાડવીએ તેમની પત્ની જમના બેનની કરપીણ હત્યા કરી માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી હતી.

  આ પણ વાંચો- અમદાવાદમાં સિલ્વર કલરની કારમાં બેસેલા શકમંદોને પકડવા પોલીસે આખું શહેર લોક કરી નાંખ્યું

  જોકે આ મામલે મૃતકની દીકરીએ પોતાની માતાની હત્યાના મામલે ધરમપુર પોલીસ સ્ટેશનમાં તેના જ પિતા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આથી ધરમપુર પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

  હત્યારા પતિની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પુછપરછ કરતાં પત્નીની મોતના કારણમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. માત્ર એક નજીવી બાબતમાં જ પતિએ તેની પત્નીની કરપીણ હત્યા કરી હતી. બનાવના દિવસે બંને મજૂરી કામ અર્થે બહાર ગયા હતા. બહારથી આવ્યા બાદ રસોઈ બનાવવામાં પત્નીને થોડું મોડું થયું હતું. આથી રસોઈ મોડી બનાવવાના બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિ રામચંદ્ર પાડવીએ પત્નીના માથામાં લાકડાનો ફટકો  માર્યો હતો. આથી પત્ની બેહોશ થઈને ઢળી પડી હતી.

  આ પણ વાંચો- VIDEO: પ્રેમમાં દગો મળતા યુવતીએ રિવરફ્રન્ટ પર આવી રડતા-રડતા વીડિયો બનાવી જિંદગી ટૂંકાવી

  જો કે પત્નીને ફટકો માર્યા બાદ પણ પતિ ઘરમાં સુઈ રહ્યો હતો. બીજા દિવસે સવારે તે પત્નીને બોલાવવાનો પ્રયાસ કરતાં પત્ની નહી બોલતા તે ખાતર લેવાનું બહાનું કરી અને ઘરથી બહાર નીકળી ગયો હતો. અને તેની દીકરીને ફોન કર્યો હતો. ફોનમાં હત્યારા પતિએ તેની દીકરીને જણાવ્યું કે તેની માતાને માથામાં ફટકો માર્યો છે અને તે બેહોશ થઈ અને ઘરમાં પડી છે. આથી ઘરે આવવા જણાવી ઘરથી ફરાર થઈ ગયો હતો. જોકે ગણતરીના સમયમાંજ  પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, Valsad, Valsad Crime, Valsad police, વલસાડ

  આગામી સમાચાર