Home /News /valsad /ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં લાગી ભીસણ આગ, જાનહાની ટળી

ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં લાગી ભીસણ આગ, જાનહાની ટળી

કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી

Umargam GIDC: વલસાડ જિલ્લાના ઉમરગામ  જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ભીસણ આગ લાગી હતી. થર્ડ ફેસમાં આવેલી સોહોની મેટલ ક્રાફ્ટ નામની કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ઉમરગામ ફાયર ફાઈટર ની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ  જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ભીસણ આગ લાગી હતી. થર્ડ ફેસમાં આવેલી સોહોની મેટલ ક્રાફ્ટ નામની કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ ઉમરગામ ફાયર ફાઈટર ની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં ઉમરગામના ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે. આગનું સ્વરૂપ જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

    આગ પર કાબુ મેળવવા પ્રયાસ


    ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં કંપનીના એક ભાગમાં લાગેલી આગ વધુ વિકરાળ બનતા કંપનીના મોટો ભાગ આગની જવાળાઓમાં લપેટાઈ જતા દોડધામ મચી ગઈ હતી. જે કંપનીમાં આગ લાગી હતી તેની આજુબાજુ અન્ય કંપનીઓ પણ આવેલી હતી. આથી તાત્કાલિક આજુબાજુની કંપનીઓના કામદારોને પણ  સલામતીના ભાગરૂપે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. શરૂઆતમાં ઉમરગામના ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા.

    આ પણ વાંચો: ગુજરાતમાં ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ, 11 બેંક ખાતામાંથી 1400 કરોડની લેવડદેવડ

    આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું


    નોંધનીય છે કે, આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઈટરની મદદની જરૂર જણાતા મેજર કોલ જાહેર કરી ઉમરગામ સહિત સરીગામ અને વાપી અને વલસાડથી પણ ફાયર ફાઈટર ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી.  સોહોની મેટલ ક્રાફ્ટ નામની આ કંપની મોટે ભાગે પાવરના સેલની ઉપરનું મેટલ કેપ બનાવવાનું કામ કરે છે. જો કે જે ભાગમાં આગ લાગી હતી ત્યાં કંપનીનું પ્લાસ્ટિક યુનિટ આવેલું છે. આથી આ પ્લાસ્ટિક યુનિટના  ભાગમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બિલ્ડીંગનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો.

    આ પણ વાંચો: મોરબી રોડ પર મારવાડી કોલેજ નજીક સર્જાઈ અકસ્માતની ઘટના, જુઓ લાઈવ સીસીટીવી

    આગનું કારણ હજુ પણ અકબંધ


    આ કંપનીમાં લાગેલી આગ આજુબાજુની અન્ય કંપનીઓમાં ન પ્રસરે તે માટે ફાયર ફાઈટરની ટીમોએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ ઘટના સ્થળ પર પાંચથી વધુ ફાયર ફાઈટરની ટીમોએ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Fire incident, Valsad news, ગુજરાત