Home /News /valsad /રાકેશજીની પ્રેરણાએ કમાલ કરી, વલસાડને એનિમીયામુક્ત કરવાનું અભિયાન પૂરજોશમાં

રાકેશજીની પ્રેરણાએ કમાલ કરી, વલસાડને એનિમીયામુક્ત કરવાનું અભિયાન પૂરજોશમાં

વલસાડ જિલ્લામાં 15 થી 49 વયજુથની 76 ટકા મહિલાઓ એનિમીયાથી પિડાય છે. એટલુ જ નહીં પણ 6થી 5 વર્ષનામ 88 ટકા બાળકો એનિમીયાનો શિકાર છે

વલસાડ જિલ્લામાં 15 થી 49 વયજુથની 76 ટકા મહિલાઓ એનિમીયાથી પિડાય છે. એટલુ જ નહીં પણ 6થી 5 વર્ષનામ 88 ટકા બાળકો એનિમીયાનો શિકાર છે

    Vijaysinh Parmar, Dharampur: વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકા અને તેની આસપાસના ગામડાઓમાં વસતા આદિવાસીઓમાં એનિમીયાનું પ્રમાણ દૂર થાય અને ગરીબો અને વંચિતોનું આરોગ્ય સુધરે તે માટે શ્રીમદ્ રાજચંન્દ્ર મિશન સંચાલિત શ્રીમદ્ રાજચંન્દ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય છે કે, વલસાડ જિલ્લામાં વસતા આદિવાસીઓને એનિમીયાથી મુક્ત કરવા અને કુપોષણથી બચવવા.

    શ્રીમદ રાજચન્દ્ર મિશન સાથે સંકળાયેલા લોકોએ ન્યૂઝ18ને જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ધરમપુર અને તેની આસપાસનાં ગામડાઓમાં આદિવાસીઓનાં શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરે છે. આ દરમિયાન તેમણે કરેલા એક અભ્યાસમાં ધ્યાન પર આવ્યું કે, વલસાડ જિલ્લામાં 15થી 49 વયની 76 ટકા મહિલાઓ એનિમીયાથી પિડાય છે. એટલુ જ નહીં પણ 6થી 5 વર્ષનામ 88 ટકા બાળકો એનિમીયાનો શિકાર છે. એનિમીયાનું આ પ્રમાણ ખરેખર ચિંતાનો વિષય છે.


    એક અંદાજ પ્રમાણે સમગ્ર ભારતમાં 600 મિલિયનથી વધુ લોકો એનિમીયાથી પીડાઈ રહ્યા છે.

    શ્રીમદ્ રાજચન્દ્ર મિશન સાથે જોડાયેલા તબીબોએ જણાવ્યું કે, સામાન્ય લાગતો આ રોગ અનેક ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ એક રોગ નાના બાળકો અને સગર્ભાસ્ત્રીઓને સૌથી વધુ નુકસાન કારક નીવડે છે, ગર્ભના શારીરિક અને માનસિક વિકાસને અવરોધે છે અને નવજાત શિશુમાં વિકલાંગતાનું કારણ બને છે.



    આદિવાસીઓની આ પિડાને દૂર કરવા માટે શ્રીમદ્ રાજચંન્દ્ર મિશનનાં પ્રણેતા ગુરુદેવ રાકેશજીએ એક અભિયાન શરૂ કર્યું અને એનિમીયાને દૂર કરવા માટે વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ શરૂ કરી.



    આ માટે શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ (SRH) દ્વારા મોબાઇલ હોસ્પિટલ વાન ચલાવવામાં આવે છે. આ મોબાઇલ વાન ગામડાઓમાં જાય છે. દર્દીઓનું નિદાન કરે છે અને તેમની સારવાર કરે છે. આ તમામ સેવાઓ નિશુલ્ક છે.
    અનિમીયા મુક્ત વલસાડનો ઉદ્દેશ્ય એ છે કે, લોકોમાં જાગૃતિ ફેલાવવી અને એનિમિયાને અટકવવાના તમામ પ્રયાસ કરવા અને જે લોકો તેનાથી પિડાય છે તેની સારવાર કરવી. હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવેલુ આ અભિયાન એક લાંબાગાળાનું કાર્ય છે.



    સૌ પ્રથમ શ્રીમદ્ રાજચંન્દ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર દ્વારા મોટા પાયે લોકોનું સ્ક્રિનિંગ (આરોગ્યની તપાસ) કરવામાં આવ્યું. જેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેકનોલોજીની મદદથી લાખો લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી અને તેના દ્વારા ખ્યાલ આવ્યો કે, કેટલા મોટા પ્રમાણમાં લોકો એનિમીયાથી પિડાય છે. આ સ્ક્રિનિગ વલસાડ જિલ્લાનાં પાંચ તાલુકાનાં 28 ટાઉન, 432 ગામડાઓને આવરી લેવામાં આવ્યા.

    મહત્વની વાત એ છે કે, આરોગ્ય ચકાસણી અને ત્યારબાદ તેની સારવારમાં કોઇ બાકી રહી ન જાય તે માટે હોસ્પિટલ દ્વારા ‘શ્રીમદ રાજચંન્દ્ર હોસ્પિટલ આરોગ્ય સહેલી’ નામની એક ટુકડી બનાવવામાં આવી. આ મહિલા ટુકડી ગામડે-ગામડે ફરીને લોકોનું નિદાન અને સારવાર કરે છે અને સતત એનિમીયા પિડીત લોકોને દેખરેખ રાખે છે.
    First published:

    Tags: Local 18, Valsad

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन