Home /News /valsad /

Valsad Heavy Rain: વલસાડમાં ઔરંગા નદીએ આફત વધારી, કાંઠા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા

Valsad Heavy Rain: વલસાડમાં ઔરંગા નદીએ આફત વધારી, કાંઠા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા

ઔરંગા નદીએ ચિંતા વધારી

Valsad Heavy Rain: નદીનો પ્રવાહ વધતા છીપવાડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારમાં નદીના પાણીન પ્રવાહ વહી રહ્યો છે. નદીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

    વલસાડ: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત (South Gujarat heavy rain)માં ભારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યા પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 218 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં 22 ઇંચ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 12 તાલુકામાં આઠ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 30 તાલુકા એવા છે જેમાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 117 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લા (Valsad district heavy rain)ની વાત કરવામાં આવે તો ઔરંગા નદી (Auranga River) લોકો માટે આફત બની છે. કારણ કે નદીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોનાં ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે.

    ઔરંગા નદી બે કાંઠે વહી


    ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદી ગાંડીતુર બની છે. નદીનો પ્રવાહ વધતા છીપવાડ વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે. મુખ્ય બજારમાં નદીના પાણીન પ્રવાહ વહી રહ્યો છે. નદીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બીજી તરફ સોસાયટીમાં રહેતા લોકો ધાબા પર રહેવા માટે મજબૂર બન્યા છે. કશ્મીરનગર, બરૂડિયા વાડ, લીલાપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. બીજી તરફ મુખ્ય બજારમાં પાણી ફરી વળતા વેપારીઓને કરોડનું નુકસાન થયું છે. એક અંદાજ પ્રમાણે અમુક વિસ્તારોમાં 10 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા છે.

    વલસાડ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર


    ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગ દ્વારા આજે (11 જુલાઈ)ના રોજ જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોને રજા આપવા આદેશ કર્યો છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રજા જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી અને ઠેર ઠેર ભરાયેલા પાણીને કારણે બાળકોની સુરક્ષાને લઈને શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે.

    હનુમાન ભાગડા વિસ્તારમાં સ્થિતિ વણસી


    ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી હનુમાન ભાગડા વિસ્તારમાંથી વહેવા લાગી છે. જેના પગલે કાંઠા વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. અહીં ઘરોમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાયું છે.


    વેપારીઓને કરોડોનું નુકસાન


    છીપવાડ વિસ્તારની સ્થિતિ વધુ ગંભીર બની છે. દાણા બજારના વેપારીઓને અચાનક પાણી આવતા પોતાનો સામાન બહાર કાઢવાની પણ તક મળી નથી. અનાજના હોલસેલ વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે. હાલ કુદરતના કહેર સામે તેઓ સરેન્ડર છે. માત્ર પાણી ઉતરે તેની રાહ જોઈ રહ્યા છે.


    ગ્રીનપાર્ક સોસાયટીમાં ભરાયા પાણી


    ઔરંગા નદીમાં આવેલા પૂરને લઈને પૂરના પાણી વલસાડ શહેરની ગ્રીનપાર્ક સોસાયટીમાં પ્રવેશ્યા છે. પૂરના પાણીને લઈને સ્થાનિકોએ પોતાની માલ સામાન ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.

    કપરાડામાં બારેમેઘ ખાંગા


    વલસાડ જિલ્લાના કપરાડામાં બારે મેઘ ખાંગા થયો છે. અહીં સતત ભારે વરસાદને કારણે તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. કોલક અને પાર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. નદી કિનારાના કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે. કપરાડા વિસ્તારમાં નદી નાળાઓ ઉપર આવેલા લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, River, Valsad, ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन