રાજ્યમાં ઉત્તર-પૂર્વના સૂકા અને ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યોં છે. ઠંડી સાથે-સાથે ઠંડા પવનો પણ ફુંકાય રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સૌથીં ઠંડુ શહેર વલસાડ રહ્યું હતું.
રાજ્યના તાપમાન પર નજર કરીએ તો વલસાડમાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અન્ય શહેરોની વાત કરવામાં આવે તો નલિયામાં 12. ડિગ્રી,ડીસા 12.9 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, અમદાવાદ 13.5 ડિગ્રી, વડોદરા 14.6 ડિગ્રી, રાજકોટ 14.7 ડિગ્રી અને સુરત 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધવાથી દિલ્હી, ગુજરાત,રાજસ્થાન વગેરે રાજ્યમાં તાપમાન હજુ નીચું રહેવાની શક્યતા છે.