Home /News /valsad /લો બોલો! દિવાળીનાં સાત દિવસમાં દીવમાં પ્રવાસીઓ એક કરોડથી વધુનો દારૂ ગટગટાવી ગયા

લો બોલો! દિવાળીનાં સાત દિવસમાં દીવમાં પ્રવાસીઓ એક કરોડથી વધુનો દારૂ ગટગટાવી ગયા

કેફીન: અનેક રિપોર્ટસનું માનીએ તો વધારે કેફીનનું સેવન કરવાથી પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડે છે. આ ગર્ભપાતની સંભાવના વધારે છે અને સાથે બાળક ખોડખાંપણ વાળુ જન્મી શકે છે. આ સમયે આલ્કોહોલનું સેવન પણ કરવું જોઇએ નહીં.

ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી શરાબ સેવન અને વેચાણની છૂટ છે.

દીવ: દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો દીવ આવ્યા હતા. કોરોનાકાળનાં બે વર્ષ બાદ ટેન્શન ફ્રી રજાઓ માણવા માટે લોકો દિવ ગયા હતા. અહીં દસ દિવસ દરમિયાન પ્રવાસીઓની ભારે અવરજવર રહી હતી. માહિતી પ્રમાણે, દિવાળીના સમયમાં દીવમાં એક કરોડ પાંચ લાખ રૂપિયાનો દારૂ ગટગટાવી ગયા.

ગુજરાતમાં દારૂબંધી છે જ્યારે દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી શરાબ સેવન અને વેચાણની છૂટ છે. રજાઓ આવે ત્યારે ત્યારે મોટી સંખ્યામાં સહેલાણીઓ દારૂ પીવા માટે દીવમાં પહોંચી જાય છે. દીવમાં 95 શરાબ વિક્રેતાઓ પાસે લાયસન્સ છે. અહીં તહેવારોની રજા પહેલા જ બીયર, ફોરેન લીકર અને વિવિધ બ્રાન્ડના શરાબોનો જથ્થો એકત્ર કરી લેવામાં આવે છે.

આ પણ વાંચો: પીએમ મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે

નોંધનીય છે કે, દિવાળીના વેકેશન સાથે રાજ્યના પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને દ્વારકા, અંબાજી, સોમનાથ, દીવ, દમણ, માઉન્ટ આબુ અને કચ્છમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.

કચ્છમાં સફેદ રણમાં અને માંડવીનો બીચ, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર અને લખપત ખાતે પણ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે.



ભૂજમાં આવેલા પ્રાગમહેલ, આયના મહેલ, મ્યુઝિયમ, છતરડી તેમજ સ્વામીનારાયણ મંદિર સહિતના સ્થળો પર પણ પ્રવાસીઓના ટોળેટોળા જોવા મળે છે. માઉન્ટ આબુ અને દીવમાં પણ પ્રવાસીઓ દિવાળી વેકેશન માણવા આવ્યા હતા.
First published:

Tags: ગુજરાત, દિવાળી, દીવ