Home /News /valsad /Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી વલસાડ બેઠક, જાણો અહીંના રાજકીય જાતિગત સમીકરણ?

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી વલસાડ બેઠક, જાણો અહીંના રાજકીય જાતિગત સમીકરણ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ખેલાશે મહાજંગ

વલસાડ વિધાનસભા ચૂંટણી 2022 (Valsad Assembly Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) મહાજંગ વચ્ચે એક એવી વલસાડ બેઠક કે જેની જીત સાથે સંકળાયેલ છે સરકારનું ભાવિ.

  વલસાડ વિધાનસભા ચૂંટણી (Valsad Assembly election): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) મહાજંગ જીતવા માટે ભાજપ કોંગ્રેસની સાથોસાથ આમ આદમી પાર્ટીએ પણ કમરકસી છે. વલસાડ બેઠક પર પણ ત્રિપાંખીયા જંગની સંભાવના જોવાઇ રહી છે. વલસાડ બેઠકની વાત કરીએ તો અનેક મહાનુભાવો સાથે સંકળાયેલી આ બેઠક પર જે પક્ષના ઉમેદવારની જીત થાય એ સરકાર બનાવે એવી પણ એક માન્યતા છે. આવો જાણીએ વલસાડ બેઠક પરના રાજકીય, સામાજિક ગણિત.

  વલસાડ બેઠક પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના વતનની બેઠક છે. જાણીતા ફિલ્મ અભિનેત્રી નિરૂપા રોયની ભૂમિ છે. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ માણેક શાહના પરિવારનું વતન છે અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બચપણની પ્રાથમિક શિક્ષણ મેળવેલ ભૂમિ છે. આ બેઠક પર 1990થી ભાજપનું શાસન છે. 2012 અને 2017માં ભાજપના ભરત પટેલે આ બેઠક સતત જીતી હતી. 2022માં આપના પ્રવેશ બાદ મતોના સમીકરણથી ત્રીપાંખીયો જંગ શરૂ થયો છે.

  ડેમ આંદોલનની અસર ચૂંટણી પર પડી શકે છે. શું ભાજપ ભરત પટેલને રિપિટ કરશે કે નવા ઉમેદવારને મોકો આપશે? શું કોંગ્રેસ ફરીથી નવા ઉમેદવારને તક આપશે? ભાજપ, કોંગ્રેસ અને આપના સંભવિત ઉમેદવારો અને શું છે સંભવિત ઉમેદવારોના નામનું રાજકારણ આવો જાણીએ.

  એક નજર રાજકીય ઇતિહાસ પર

  વલસાડ બેઠક પર ભાજપનો દબદબો 1990થી યથાવત છે. અહીં વર્ષ 1990માં ભાજપના ઉમેદવાર દોલતરાઇ નથુભાઇ દેસાઇએ સત્તાના શ્રીગણેશ કર્યા હતા. જેણે સતત 5 ટર્મ સુધી રાજ કર્યુ હતું. એટલે કે 1990થી 2007 સુધી દોલતરાઇ દેસાઇએ એક હથ્થું શાસન કરી આ સીટ પર અત્યાર સુધી સૌથી વધુ વખત ચૂંટાનાર ધારાસભ્ય બન્યા હતા.

  તેમને નરેન્દ્રભાઇ મોદીના સમયમાં પાર્ટીના ગણેજી પણ કહેવામાં આવતા હતા. કારણ કે આ બેઠક પર જીતનાર પક્ષ ગાંધીનગરમાં સત્તા સંભાળે છે તેવી પણ એક માન્યતા છે. ત્યાર બાદ વર્ષ 2012 અને વર્ષ 2017માં સતત બે ટર્મ સુધી ભાજપના જ ઉમેદવાર ભરત પટેલે પોતાની જીત નિશ્ચિત કરી હતી.

  Gujarat assembly election 2022 dwarka constituency
  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 દ્વારકા બેઠક


  જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો 1985 સુધી વલસાડ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. અહીં 1962માં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સુવાસબેન મજુમદાર ચૂંટાયા હતા. ત્યાર બાદ કેશવભાઇ રતનજી પટેલે સતત 3 ટર્મ 1967, 1972 અને 1975 સુધી જીત મેળવી હતી. વર્ષ 1980માં દોલતભાઇ નથુભાઇ પટેલે અને વર્ષ 1985માં કોવાસજી પારડીવાલા બારજોરજીએ કોંગ્રેસમાંથી સત્તાનો મોરચો સંભાળ્યો હતો.

  કેવા છે જાતિગત સમીકરણો?

  વલસાડ બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો અહીં કોળી પટેલ, ઘોડીયા માચી, મુસ્લિમો અને મરાઠી લોકોનું વર્ચસ્વ સૌથી વધુ છે. હાલ આ બેઠક પર ભાજપના ભરત પટેલ ધારાસભ્ય છે. તેઓ સતત બે ટર્મથી અહીંના સત્તાનો સંગ્રામ જીતી રહ્યા છે.

  ધારાસભ્ય ભરત પટેલની વાત કરીએ તો વલસાડમાં કોળી પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવે છે. પટેલ સમાજ પ્રગતિ મંડળના સતત ચાર ટર્મથી પ્રમુખપદની જવાબદારી નિભાવી રહ્યાં છે. બીજા પાસાની વાત કરવામાં આવે તો ભરત પટેલ આજ દિવસ સુધી કોઈ પણ વિવાદમાં ફસાયા નથી.

  વલસાડ બેઠકની ખાસિયતો

  એક તરફ રાસાયણીક ઉદ્યોગ છે તો પશ્ચિમ દિશામાં દરિયા કાંઠે માછીમારોનો વ્યવસાય છે. વલસાડ હાફૂસ અને ચીકુના બાગાયતી પાકો માટે પણ જાણીતું છે. તો પૂર્વમાં ઔદ્યોગિક વિસ્તારમાં ઘોડીયા આદિવાસી અને મુસ્લિમની વસ્તીનું પ્રભુત્વ છે. ભાજપને અહીં ડેમ આંદોલનના કારણે તાપી લિંક પ્રોજેક્ટ કેન્સલ કરવો પડ્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા આ વર્ષે ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

  વલસાડ બેઠક પર સૌથી ગરમ મુદ્દો

  આમ તો વલસાડ બેઠક લોકોની અનેક માંગો અને વિરોધના મુદ્દાઓ છે. પરંતુ એક વિરોધથી માત્ર વલસાડ જ નહીં દિલ્હી સુધી રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. હકીકતમાં ધરમપુરના ચાસ માંડવા અને પૈખેડ ખાતે રીવર લિંક પ્રોજેક્ટમાં સૂચિત ડેમ બનાનાર હોઇ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો વિરોધ નોધાવી રહ્યા છે. લોકોનો વિરોધ એ મુદ્દે છે કે ડેમ બનશે તો 4000 લોકોને વિસ્થાપિત થવાનો વારો આવશે.

  વિરોધ ઉગ્ર બનતાં સરકારે મામલાને ગંભીરતાથી લીધો હતો. આદિવાસી નેતાઓ દિલ્હી ખાતે ગૃહમંત્રી અને નાણાં મંત્રી સાથે બેઠક કરી ડેમની કામગીરી હાલ મુલતવી રાખી હોવાની જાહેરાત કરી હતી.

  ડેમ બચાવો સમિતિના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે ભણેલા આદિવાસી છીએ, જ્યાં સુધી કેન્દ્ર સરકાર શ્વેત પત્ર નહીં આપે ત્યાં સુધી ડેમનો વિરોધ ચાલુ રહેશે. અને ધરમપુર તાલુકાના સંભવિત ગામોમાં ખાસ ગ્રામસભા બોલાવી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટ હેઠળ ધરમપુરના ગામોના લોકો વિસ્થાપિત થશે અને જંગલ, વન અને વન્ય જીવોને નુકશાન પહોંચે તેમ હોવાથી કેન્દ્ર સરકારને આયોજન બંધ કરવા ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરી વિનંતી કરતો એક ઠરાવ કરવામાં આવ્યો હતો.

  વળી આ ડેમનો મુદ્દો આ વખતે કોંગ્રેસ માટે મહત્વનો બની શકે એમ છે. વળી લોકોની માંગ પ્રાથમિક સુવિધાઓ, પાણી અને રસ્તાઓની કાયમની રહી છે. વરસાદની બાબતમાં ચેરાપુંજી જેવો વિસ્તાર ગણાતો હોવા છતાં ઉનાળામાં પીવાના પાણીની તંગી અહી વર્તાય છે જે પ્રશ્નો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પણ પરેશાન કરશે.

  વલસાડ બેઠક પર વિવાદ

  - વલસાડ જીલ્લામાં ભાજપમાં વોટ્સએપ ગૃપ મુદ્દે વિવાદ ઊભો થતા પક્ષમાં અફરાતફરી મચી હતી. હકીકતમાં આ ગ્રુપમાં કોઇ અશ્લીલ ફોટા અને મેસેજ મૂકી દેતા ખડભડાટ મચ્યો હતો. આ ગ્રુપમાં જીતુભાઇ ચૌધરી સહિત ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સામેલ હતા. જોકે, વિડીયો સેન્ડ કરનારને ગ્રુપમાંથી રીમૂવ કરાયો હતો.  ચૂંટણીના પરિણામો
  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017ભરતભાઇ પટેલભાજપ
  2012ભરતભાઇ પટેલભાજપ
  2007દોલતરાઇ દેસાઇભાજપ
  2002દોલતરાઇ દેસાઇભાજપ
  1998દોલતરાઇ દેસાઇભાજપ
  1995દોલતરાઇ દેસાઇભાજપ
  1990દોલતરાઇ દેસાઇભાજપ
  1985કોવાસજી પારડીવાલા બારજોરજીકોંગ્રેસ
  1980દોલતભાઇ દેસાઇકોંગ્રેસ
  1975કેશવભાઇ પટેલએનસીઓ
  1972કેશવભાઇ પટેલએનસીઓ
  1967કેશવભાઇ પટેલકોંગ્રેસ
  1962સુવાસબેન મજમુદારકોંગ્રેસ  ત્રણેય પાર્ટીના સંભવિત ઉમેદવારો

  જો વલસાડ બેઠકમાં સંભવિત ઉમેદવારો વિશે વાત કરીએ તો ભાજપ આ વખતે વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકી, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને ભાજપના અગ્રણી બીપિન પટેલ, પ્રવિણ પટેલ, જીજ્ઞેશ પટેલ અને આનંદ પટેલ આ 5 ભાજપના મહત્વના ઉમેદવારો છે. જો ભાજપ નો રીપિટ થીઅરી પર કામ કરીને તેને અમલમાં મૂકે છે, તો આ બેઠક પર સોનલબેન સોલંકી અને બીપિન પટેલમાંથી કોઇન ચોક્કસ પસંદ કરી શકે છે.

  કોંગ્રેસની વાત કરીએ તો આ બેઠક પર સંભવતઃ ભોલાભાઇ પટેલ, વિજય દેસાઇ, નરેન્દ્ર ટંડેલ, શીતલબેન પટેલ અને કમલ પટેલમાંથી કોઇ એકની પસંદગી થઇ શકે છે.

  જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ઘુવાંગ પટેલ, નિમેષ સોલંકી, જીજ્ઞેશ ગોહિલ, શૈલેષ ત્રિપાઠી અને ધર્મેશ પટેલમાંથી કોઇ એકને પસંદ કરવામાં આવી શકે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | 
  First published:

  Tags: Assembly Election 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Valsad news

  विज्ञापन
  विज्ञापन